ચીની સ્માર્ટફોન કંપની શાઓમીએ ચીનમાં થયેલ ઇવેંટમાં શુક્રવારનો અનાઉંસ કર્યુ કે તે તેમની યૂથ ફોક્સ્ડ સીસી સીરીઝને જલ્દી જ રજુ કરશે. યંગ કસ્ટમર માટે આ નવી સ્માર્ટફોનને બનાવવામાં શાઓમીએ મીટૂ ઇંન્જીયર્સની સાથે હાથ મિલાવ્યો છે. જે મીટુ પીક ફોટો એડિટિંગ એપના મેંમર્સ છે. આના થી એ અંદાજ લગાવી શકાય કે આ ફોટો સેંટ્રિક ફિચર્સ હશે. કંપનીનુ એ કહેવુ છે કે ફોન કલરફુલ અને ક્રિએટિવ હશે જે અત્યાર સુધી લોન્ચ થયેલા શાઓમી અને રેડમી ફોનથી ખુબ જ અલગ હશે.
ચીની વેબસાઇડ વાયબો ઉપર પોસ્ટ દ્રારા કંપનીએ કહ્યુ કે કંપનીની પ્રોડક્ટ ટીમ સીસી સીરીજની મેન્યુફેક્ચરિંગ ઉપર કામ કરી રહી છે. કંપનીનુ કહેવુ છે કે એમની ટીમમા અડધાથી વધુ મેંબર્સ આર્ટ અને ફાઇન આર્ટથી જોડેલા છે. આ તેમની ક્રિએટિવિટીથી યુવાઓ માટે સ્માર્ટફોન ડિઝાઇન કરશે.
હાલ તો કંપનીએ સીસી સીરીજના કોઇ પણ સ્માર્ટફોન મોડલ વિશે એલાન કર્યુ નથી. પરંતુ મિડિયાના રિપોર્ટ મુજબ એમઆઇ CC9e અને એમઆઇ CC9 આ સીરીઝમાં લોન્ચ થવા વાળો પહેલો સ્માર્ટફોન થઇ શકે છે. બંનેમાં સેલ્ફી ફીચર્સ હશે. જે મીટુ કેમેરા ટેક્નોલોજીમાં વપરાશ કરશે.