લાસ વેગાસમાં 9થી 12 જાન્યુઆરી સુધી અાયોજીત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોની ધમાકેદાર શરૂઅાત થઈ ચુકી છે.આ ઇવેન્ટમાં દક્ષિણ કોરિયા ઇલેકટ્રોનિકક કંપની એલજીએ 29 ઇંચનું ટચસ્ક્રીન સ્માર્ટ ફ્રિજ લોન્ચ કરી રહી છે.તેની સૌથી મોટી વિશિષ્ટતા છે કે તે ફળો અને શાકભાજીને મોનીટર કરે છે અને તેને ઘણા દિવસો સુધી ફ્રિજમાં પડી રહ્યું હોય તો રીમાઈન્ડ પણ કરાવે છે.
સ્માર્ટ ફ્રિજ સિવાય આ ઇવેન્ટમાં 65 ઇંચનું ગેમિંગ ડિસ્પ્લે, સેમસંગનું 360 ડિગ્રી રૉટેટીંગ સ્ક્રીન ધરાવતું 2-ઈન -1 નોટબુક સહિત અનેક પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં અાવ્યા છે.
ગેમિંગના શોખીનો માટે NVIDIAએ 65 ઇંચનું ડિસ્પ્લે રજૂ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે તે ખાસ કરીને ગેમિંગના શોખીનો માટે બનાવેલ છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ પર કામ કરે છે અને 100 નિટ્સની બ્રાઇટનેસ આપે છે. NVIDIAએ જણાવ્યું છે કે G-SYNC ટેકનોલોજી છે જે હાઈઅેન્ડ ગેમ્સને સ્મુથલી પ્લે કરવામાં મદદ કરે છે.
સેમસંગનું 360 ડિગ્રી રૉટેટીંગ સ્ક્રીન ધરાવતું 2-ઈન -1 નોટબુકમાં ડિસ્પ્લે 13.3 ઇંચ પૂર્ણ એચડી (1080 × 1920 પિક્સેલ્સ), પ્રોસેસર 8 મી જનરેશન કોર i5, રેમ 8GB, સંગ્રહ 256GB SSD Drive, વજન 1.53 કિલોગ્રામ, પોર્ટ યુએસબી ટાઈપ – સી, 1 યુએસબી 2.0 પોર્ટ, 1 યુએસબી 2.0 અને HDMI પોર્ટ છે.
એસર દ્વારા રજૂ થયુ સૌથી પાતળુ લેપટોપ, તાઇવાનની મલ્ટિનેશનલ હાર્ડવેર ઉત્પાદક કંપની એસર દ્વારા નવું સ્વિફ્ટ 7 સૌથી પાતળુ લેપટોપ લોન્ચ કર્યું છે.કંપનીએ જણાવ્યું છે કે આ લેપટોપ ફક્ત 8.89 મીમી પાતળું છે એટલેકે તે વિશ્વનું સૌથી પાતળુ લેપટોપ છે. તે અમેરિકામાં માર્ચ 2018 સુધી 1,699 ડોલર (લગભગ 1 લાખ 7 હજાર રૂપિયા) માં ઉપલબ્ધ થશે. જાણીઅે શું છે લેપટોપના ફિચર્સ, ડિસ્પ્લે 14 ઇંચ ફુલ એચડી ટચસ્ક્રીન, પ્રોટેક્શન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ, પ્રોસેસર 7 મી જનરેશન ઇન્ટેલ કોર i7, રેમ 8GB, સ્ટોરેજ 256 GB 256GB PCIe SSD, વિશેષ સુવિધા નોએ સીમ સ્લૉટ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.