એપલે આઇફોન અને આઇપેડ માટે તાજેતરમાં જ કેલિફોર્નીયાના સાન જોસમાં વર્લ્ડવાઇડ ડેવલપર કોન્ફરન્સમાં પોતાના છેલ્લા સોફ્ટવેરનું નિદર્શન કર્યું હતું. સોફ્ટવેર એક્ઝિક્યુટીવ ફેડેરિઘીએ જણાવ્યું હતું કે એપલે ડિવાઇસને વધી ઝડપી બનાવવા અને વધુ રિસ્પોન્સિવ બનાવવા માટે છેલ્લા અપડેટમાં સુધારો કર્યો છે. તેણે કેટલાક સુંદર સુધારાઓ પણ કર્યા છે. જેમ કે કીબોર્ડ અને કેમેરા ઝડપથી પ્રત્યાઘાત આપશે અને ડિવાઇસ વધુ વિશ્વસનીય રીતે કામ કરશે. વધારવામાં આવેલી રિયાલિટીને યુટિલીટી એપ્સમાં ડિજીટલી રીતે માપવામાં આવતા રિયલ વર્લ્ડ પરિમાણ સાથે નવી મિઝર એપ સાથે સૌપ્રથમ વખત ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. સિરી અપડેટ કે જેને શોર્ટકટ્સ કહેવાય છે તે તમને તમારા ડિવાઇસ માટે કસ્ટમ કમાન્ડનુ સર્જન કરવામાં સહાય કરશે. અપડેટ ટુ ધી સ્ટોક્સ એપ ઇન્ટરેક્ટિવ ચાર્ટ્સ અને બિઝનેસ ન્યૂઝ હેડલાઇન્સનો ઉમેરો કરશે. એપલ યૂઝર્સ તેમના અંગત એનિમેટેડ ઇમોજીને મેમોજી વડે કસ્ટમાઇઝ કરી શકશે. એપલ ટેકનોલોજીની લત અને મિસીંગ આઉટની દહેશતને નાથવા માટે અનેક પ્રકારના ટૂલ્સ રજૂ કરી રહી છે. ફેસ ટાઇમ 32 વ્યક્તિઓ સુધી ગ્રુપ વિડીયોની સવલત પૂરી પાડશે. ફોટોઝ એપમાં સંપૂર્ણ સુધારો કરવામાં આવશે. યૂઝર્સ ટૂંક સમયમાં મહત્ત્વના સ્થળો અથવા કેટેગરી આધારિત ફોટાના સુચનો જોઇ શકશે. વધુમાં તમે સ્પોર્ટીંગ ઇવેન્ટ જેવા કેચ ઓલ ક્રાઇટેરીયા માટે પણ સર્ચ કરી શકો છો. નવું ફોટો શેરિંગ ફીચર કોન્ટેક્ટસનું સુચન કરશે અને જે ફોટામાં દેખાતા હોય તેની સાથે આલ્બમ શેર કરી શકશો. જ્યારે તમારા મિત્રો તે મેળવે ત્યારે ખરેખર કંઇક જાદૂઇ થય છે , તેમનો ફોન જે સમયે તે ફોટો પાડવામાં આવ્યો હતો તેવા ઇવેન્ટના અન્ય ફોટાઓ શોધે છે અને સુચવે છે કે તે ફોટા ફરીથી તમારી સાથે શેર કરે , તેથી તમારા બન્ને તરફથી એક આખો સેટ બનાવશે. નવો સોફ્ટવેર તમામ iOS 11 ના તમામ ડિવાઇસ પર ઉપલબ્ધ બનશે એમ ફેડેરિઘીએ જણાવ્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.