નવી દિલ્હી : એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ના બાકી ચૂકવણાની ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન (ડીઓટી) ની અંતિમ મુદત પછી વોડાફોન-આઇડિયાનું નિવેદન આવ્યું છે. ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાએ સરકારને એજીઆર બાકી ચૂકવવાની દરખાસ્ત કરી છે. વોડાફોન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર કંપની આગામી કેટલાક દિવસોમાં કેટલું વળતર ચૂકવી શકે છે તેનું હાલમાં મૂલ્યાંકન કરી રહી છે.
નોંધનીય છે કે, વોડાફોન-આઇડિયાએ સરકારના 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ચૂકવવાના છે. તેને ચુકવવા માટેની અંતિમ તારીખ શુક્રવારે (14 ફેબ્રુઆરી) રાત્રે 12 વાગ્યે સમાપ્ત થઈ ગઈ છે. વોડાફોન-આઇડિયા સિવાય એરટેલ સહિત અન્ય ટેલિકોમ કંપનીઓએ પણ આ રકમ ચુકવવાની છે.