બજાજે પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતક 16 ઓક્ટોબર 2019ના રોજ લોન્ચ કર્યું હતું. આ સ્કૂટર કંપની નવી ઈલેક્ટ્રિક ડિવિઝન બ્રાન્ડ અર્બનાઈટ હેઠળ લોન્ચ કર્યું હતું. આ સ્કૂટરને કંપનીના ચકન પ્લાંટ પર મેન્યુફેક્ચર કરવામાં આવશે. સ્કૂટરને ઘણા ફેઝમાં સેલ કરવામાં આવશે અને કંપની જાન્યુઆરીથી તેની ડિલિવરી શરૂ કરશે.
કિંમત
કંપનીના આ સ્કૂટરની કિંમત 1.30 લાખ રૂપિયા કરતાં ઓછી હોય શકે છે. કંપનીએ લોન્ચિંગના સમયે તેના ફીચર્સ વિશે વધારે જાણકારી નહોતી આપી. આ સ્કૂટર ‘IP 67’ હાઈ-ટેક લીથિયમ આયન બેટરીથી લેસ હશે.
અથર 450 સાથે ટક્કર
ચેતકની ટક્કર ભારતીય માર્કેટમાં ‘અથર 450’સાથે થશે. બંને સ્કૂટરના ફીચર્સની વાત કરીએ તો બજાત ચેતકમાં ‘4kW’ અને અથર 450માં ‘5.4kW’ની ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. એટલે કે અથર 450ની સરખામણીએ ચેતક ઓછું પાવરફૂલ છે. આ બંને સ્કૂટરની બેટરી ‘IP67’ રેટેડ છે, જેનો અર્થ છે કે 1 મીટર ઊંડા પાણીમાં ડૂબી રહેવા પર પણ બેટરીને કોઈ નુકસાન નહી થાય, આ સ્કૂટરને તમે વરસાદમાં પણ ચલાવી શકો છો.
ચેતક ઈલેક્ટ્રિકની બેટરીને રિમૂવ નહીં કરી શકાય એટલે કે તેની બેટરીને સ્ટૂકટરમાંથી કાઢીને બીજી જગ્યાએ ચાર્જ કરવાનો ઓપ્શન નથી. કંપની સ્કૂટરની સાથે એક ઈન-બિલ્ટ ચાર્જર આપશે. તે ઉપરાંત ગ્રાહકોને ઓછા ભાવે એક હોમ ચાર્જર પણ આપવામાં આવશે. અથર 450ને ‘5amp’ સર્કિટથી સંપૂર્ણ રીતે ચાર્જ કરવામાં અંદાજે 4 કલાકનો સમય લાગે છે. ફાસ્ટ ચાર્જિંગ પોઈન્ટથી તે 1 કિલોમીટર પ્રતિ મિનિટના હિસાબથી ચાર્જ કરી શકાય છે. બીજી તરફ ચેતક ઈલેક્ટ્રિકમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ નથી. તેની બેટરીને ‘5-15amp’ સોર્કિંટથી 3-5 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.