મુંબઈ: જો દેશના કોઈપણ ભાગમાં ખલેલ, હુલ્લડ અથવા તણાવ જેવી પરિસ્થિતિ હોય તો સરકાર પહેલા ઇન્ટરનેટને અસ્થાયીરૂપે બંધ કરે છે. ઇન્ટરનેટ બંધ થવાને કારણે દેશના અર્થતંત્રને મોટુ નુકસાન થઈ રહ્યું છે. આ માહિતી સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ) ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુઝે આપી હતી.
રાજન મેથ્યુઝે ઈન્ડિયાસ્પેન્ડને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ઇન્ટરનેટ બંધ થવાને કારણે 2012 અને 2017 ની વચ્ચે 3.04 અબજ ડોલર એટલે કે આશરે 19,435 કરોડનું નુકસાન થયું છે. મેથ્યુઝે ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ (આઈસીઆરઆઈઆર) ના અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે, 12,615 કલાક મોબાઇલ ઇન્ટરનેટ બંધ થવાના કારણે 15,151 કરોડનું નુકસાન થયું છે. આ સિવાય મોબાઈલ અને ફિક્સ લાઇન ઇન્ટરનેટના 3,700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
2012 થી 2020ની વચ્ચે આટલીવાર થઇ નેટબંધી