અામ જોવા જઈએતો મોબાઈલમાં નેટવીના હવે કોઈને ચાલતુ નથી.1 જીબી ડેટાતો સૌ કોઈ વાપરે છે પણ ફ્રીમાં મળતા WiFiની મજા જ કંઈક ઓર છે. જો કે જરૂરી નથી કે હંમેશાં ફોનમાં ઇન્ટરનેટ પેક એક્ટીવેટ હોય.તો આજે અમે તમને મફત વાઇફાઇ શોધવાના સરળ વિકલ્પો બતાવીશુ.
Instabridge
Instabridge એક અેવી એપ છે જેની મદદથી તમે પબ્લીક વાઇ-ફાઇ સાથે જોડાઈ શકો છો.આ એપ્લિકેશનની વિશિષ્ટતા છે કે તે સૌથી ઝડપી નેટવર્ક કનેક્ટ કરે છે.આ ઉપરાંત જો કોઈ નેટવર્ક મળતુ નથી તો આ એપ ઓટો મોબાઇલ નેટવર્ક પર આવે છે જેથી કનેક્ટિવિટી મળે.
ફેસબુક
તમે તમારા ફેસબુક પરથી પણ મફત WiFiની શોધ કરી શકો છો.આ માટે ફેસબુક એપ્લિકેશનના જમણી બાજુ પર અાવેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.હવે નીચે સ્ક્રોલ કરતા ફાઇંન્ડ Wi-Fi ઑપ્શન દેખાશે.તેના પર ક્લિક કરતા તમને મફત Wi-Fiની સંપૂર્ણ યાદી દેખાશે.
WeFi
વેફી એક એપ છે જે તમને તમારી આસપાસના મફત Wi-Fiનું સરનામું જણાવશે.તેની સૌથી ખાસ બાબત એ છે કે જો આ એપ તમારા ફોનમાં છે તો તમારો ફોન જાતે જ Wi-Fi સાથે કનેક્ટ થઈ જશે.આ માટે તમારે Wi-Fi સર્ચ કરવાની જરૂર નહી પડે. અા અેપને તમે પ્લે-સ્ટોર્સ પરથી મફત ડાઉનલોડ કરી શકો છો.