પરમેનન્ટ એકાઉન્ટ નંબર અથવા PAN કાર્ડ આજે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજકાલ સરકારીથી ખાનગી કામ કરવા માટે પાન કાર્ડ ફરજિયાત બની ગયું છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડ બનાવવા કે ITR ફાઈલ કરવા સુધી દરેક જગ્યાએ પાન કાર્ડ ફરજિયાત છે. આવી સ્થિતિમાં, જો તમારે ITR રિટર્ન ફાઈલ કરવું હોય પરંતુ પાન કાર્ડ ખોવાઈ ગયું હોય, તો તમે તેને મિનિટોમાં મેળવી શકો છો. હા..તમે ઈલેક્ટ્રોનિક પાન કાર્ડ અથવા ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આજે ઘણી નાણાકીય સંસ્થાઓ માત્ર ઈ-પાન કાર્ડ સ્વીકારે છે. તે ખૂબ જ અનુકૂળ છે.
ઈન્કમટેક્સ ડે નિમિત્તે પીઆઈબી હિન્દી તરફથી આજે એક ટ્વિટ કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કરદાતાઓની સુવિધા માટે એક નવું પગલું. તરત જ તમારો PAN મેળવો. રાહ જોવાની જરૂર નથી. ‘ઇન્સ્ટન્ટ’ એ નવું ‘સામાન્ય’ છે. હવે ઈ-પાન આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પરથી મિનિટોમાં મેળવી શકાશે.
ઈ-પેન કેવી રીતે ડાઉનલોડ કરવું?
ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર ક્લિક કરવું પડશે.
આ પછી તમે ઇન્સ્ટન્ટ ઇ-પાન વિકલ્પ પસંદ કરો.
આ પછી તમે ન્યૂ e-PAN વિકલ્પ પસંદ કરો. અહીં તમને પાન કાર્ડ નંબર પૂછવામાં આવશે. તમારો PAN કાર્ડ નંબર દાખલ કરો.
જો તમને તમારો પાન કાર્ડ નંબર યાદ નથી, તો તમે તમારો આધાર નંબર પણ દાખલ કરી શકો છો.
આ પછી તમને ઘણા પ્રકારના નિયમો અને શરતો આપવામાં આવશે. તેને વાંચો અને પછી Accept વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. આ OTP દાખલ કરો.
તે પછી બધી વિગતો તપાસો અને પછી સબમિટ બટન દબાવો. આ પછી, તમારા દાખલ કરેલ ઇમેઇલ ID પર તમને PAN ની PDF મોકલવામાં આવશે. આ PDF ડાઉનલોડ કરો. તે પછી તમે આ ઈ-પાન ડાઉનલોડ કરો.