Samsung Smart Ring : સેમસંગે સત્તાવાર રીતે મોબાઇલ વર્લ્ડ કોન્ફરન્સ 2024માં તેની ગેલેક્સી રિંગ સ્માર્ટ રિંગ જાહેર કરી છે. આ એક હેલ્થ-ટ્રેકિંગ સ્માર્ટ રિંગ છે જે આ વર્ષના અંતમાં લૉન્ચ થશે ત્યારે ઊંઘ, ધબકારા, શ્વાસ અને વધુ પર નજર રાખશે. આ રીંગ ઉભરતા સ્માર્ટ રીંગ માર્કેટમાં સેમસંગની પ્રથમ રીંગ છે અને તેનો હેતુ ગેલેક્સી વોચ સીરીઝ જેવા તેના હાલના વેરેબલ સાથે સ્પર્ધા કરવાનો છે. સેમસંગનું કહેવું છે કે તેણે તેની તમામ નવીનતાઓને સૌથી નાના ફોર્મ ફેક્ટરમાં રજૂ કરી છે જેને કોઈપણ વ્યક્તિ 24/7 પહેરી શકે છે.
સેમસંગ ત્રણ રંગોમાં ગેલેક્સી રીંગ ઓફર કરે છે – પ્લેટિનમ સિલ્વર, સિરામિક બ્લેક અને ગોલ્ડ. ધ વર્જ મુજબ, તે 5 થી 13 સાઈઝમાં આવશે, જેમાં બેન્ડની અંદરના ભાગમાં S થી XL સાઈઝના નિશાન હશે. રીંગમાં નાની બેટરી હોય છે: રીંગના સૌથી નાના કદમાં 14.5mAhની બેટરી હોય છે અને સૌથી મોટા કદમાં 21.5mAh સુધીની બેટરી હોય છે.
હવે તેને ફક્ત સેમસંગ સ્માર્ટફોન સાથે જોડી શકાય છે
Galaxy Ring Galaxy Watch ઉપકરણો સહિત હાલની સેમસંગ હેલ્થ ઇકોસિસ્ટમ સાથે જોડી બનાવી શકશે. જો કે ગેલેક્સી રીંગની ચોક્કસ કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ રીંગ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની છે. શરૂઆતમાં, ગેલેક્સી રિંગ ફક્ત સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન્સ સાથે જોડવામાં સક્ષમ હશે. પરંતુ ભવિષ્યમાં આ રિંગ એન્ડ્રોઇડ અને iOS ઉપકરણો સાથે પણ કનેક્ટ થશે.