ભારતના સ્માર્ટફોન અને ઇન્ટરનેટ યુઝર્સ દરરોજ સવારે ઉઠીને અેટલા ગુડ મોર્નિંગ મેસેજ માકલે છે કે જેનાથી દેશના 30% લોકોની ફોન મેમરી માત્ર આ મેસેજ અને ફોટોને કારણે જ ફૂલ થઈ જાય છે. અા રોચક માહિતી ગુગલે તૈયાર કરેલા તેના અેક સર્વે દ્વારા મળી.
ભારતીયો ખુબજ ઉત્સવ પ્રીય છે. વારતહેવારે ઉજવણી કરવી અેક સામાન્ય વાત છે.વોટ્સએપ, ફેસબુક અથવા અન્ય માધ્યમો દ્વારા મોકલવામાં આવે છે ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ અથવા તહેવારોની વધામણીના મેસેજ અને ફોટો ટ્રેન્ડનો સતત વધારો થાય છે. આના પર આધારિત ગુગલે અેક અધ્યયન કર્યુ હતુ, જેમા અા માહિતી સામે અાવી હતી.પરિણામ એ છે કે ભારતના દરેક ત્રણમાંથી એક સ્માર્ટફોન વપરાશકર્તાની મેમરી ગુડમોર્નિંગ મેસેજથી ફૂલ થઈ રહી છે.
ગુડમોર્નિંગ મેસેજ મોકલવાનું આ ચલણ અમેરિકામાં ભારતથી ખુબ જ ઓછું છે.ત્યાં ફક્ત 10% યુઝર્સ એવા છે, જેની ફોન મેમરી આ મેસેજથી ભરેલી છે.રિપોર્ટના આધારે, ભારતમાં ગુડ મોર્નિંગ મેસેજ અને ફોટો મોકલવાનું ચલણ માં છેલ્લા પાંચ વર્ષમાં દસ ગણા સુધી વધારો થયો છે.સસ્તા ફોન અને ડેટા પેક્સે આ ટ્રેન્ડને વધારવા માટે મોટી ભૂમિકા ભજવી છે.આ સિવાય ભારત વિશ્વનું બીજું સૌથી વધુ ઇન્ટરનેટનો વપરાશ કરનાર દેશ છે.અહીં 40 કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ, 30 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે.
ગુડ મોર્નિંગ મેસેજની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ફેસબુકે ગયા વર્ષના હોમ પેજ પર ખાસ વિશેષતા ઉમેરી છે, જેના દ્વારા યુઝર પોતાના ફ્રેન્ડ લિસ્ટના લોકોને ગુડ મોર્નિંગ કરી શકે છે.
ગુડ મોર્નિંગ મેસેજની લોકપ્રિયતા કેટલી હશે આ બાબતનો અંદાજ અે પરથી અાવે કે ગૂગલને આ પ્રકારના મેસેજીસ રોકવા ખાસ કરીને એક એપ્લિકેશન બનાવવી પડી છે. એન્ડ્રોઇડ ગો પર ઉપલબ્ધ આ એપથી ફક્ત આ મેસેજ અને ફોટો ડિલીટ દ્વારા ફોનથી 1 GB સુધી મેમરી સાફ કરી શકાય છે. ભારતમાં પણ આ એપ 1 કરોડથી વધુ વપરાશકર્તાઓ તેને ડાઉનલોડ કરી ચુક્યા છે.