ઓલાના પાયલોટ પ્રોજેક્ટથી ઇન્ડિયન ઑટો ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ સર્જાવાની હતી. જો કે નાગપુર ટેસ્ટમાં આવેલા પરિણામ પરથી લાગે છે કે 2030 સુધીમાં તમામ નવા વાહનને ઇલેક્ટ્રિક બનાવવાના પીએમ મોદીના મહત્વકાંક્ષી સપના પર પાણી ફેરવાઇ ગયું છે. ઓલાએ ગત વર્ષે 8 મિલિયન ડોલરના ખર્ચે આ પ્રોજેક્ટલૉન્ચ કર્યો હતો. પ્રોજેક્ટ લૉન્ચ સમયે યૂનિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા.
પણ નવ મહિના બાદ આ પ્રોગ્રામ નકામો સાબિત થયો છે. હાઇ ઓપરેટિંગ ખર્ચો અને ચાર્જિંગ સ્ટેશન પર લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાથી ઓલાના ડ્રાઇવર્સ કંટાળી ગયા છે અને તેમની કાર પરત આપી ફ્યૂઅલ વેરિયન્ટમાં સ્વિચ કરવા માગે છે. રોયટર્સે 20 ઓલા કાર ડ્રાઇવરનાં ઇન્ટર્વ્યૂ લીધાં હતાં. જેમાંથી ડઝનેક જેટલા ડ્રાઇવરે કહ્યું કે તેમણે પોતાની ઇલેક્ટ્રોનિક કાર પરત કરી દીધી છે અને ડીઝલ કારમાં સ્વિચ થઇ ગયા છે જ્યારે અમુક ડ્રાઇવરો સ્વિચ થવા માટે વિચારી રહ્યા છે.
અગાઉ ઓલાએ કહ્યું હતું કે નાગપુરમાં 200 ઇલેક્ટ્રિક વાહનો માટે તેઓ 5 ચાર્જિંગ સ્ટેશન બનાવશે પણ જાન્યુઆરીમાં રોયટર્સે મુલાકાત લીધી ત્યારે ડઝનેક ચાર્જિંગ સ્ટેશન જ નીકળ્યાં. બાદમાં ઓલાએ વધુ 10 ચાર્જિંગ સ્ટેશન ઉમેર્યાં હતાં પણ હજુ ટાર્ગેટથી તે બહુ ઓછાં છે. ચાર્જિંગ સ્ટેશન બહાર થતા ટ્રાફિક જામથી કંટાળી સ્થાનિકોએ ભારે વિરોધ કરતાં ઓલાએ એક સ્ટેશન બંધ કરવાની ફરજ પડી હતી. અન્ય સ્ટેશન શરૂ કરવા માટે ગવર્નમેન્ટનું ક્લિયરન્સ મળતાં ઓલાને બીજા 5 મહિના લાગી ગયા હતા.
અનેક વખત ગ્લોબલ ઓટો મેકર્સ ચેતવણી આપી ચૂક્યા છે કે ઇલેક્ટ્રિક વ્હિકલ માટે ભારત હજુ તૈયાર નથી. કહ્યું કે પહેલાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે અને તેનો ખર્ચો ઘટાડવામાં આવે તેવી લોન્ગ ટર્મ પોલિસી સરકાર દ્વારા બનાવવી જોઇએ અને ઇલેક્ટ્રોનિક વાહનોના મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઇએ. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક વાહનો માટે સરકાર અલગ ડ્રાફ્ટ તૈયાર નહીં કરે. 2030 વિઝન પર ગડકરીએ કોમેન્ટ કરવાનું ટાળ્યું હતું. ઓલાની સ્ટ્રેટેજીથી જાણીતા એક સોર્સે કહ્યું કે ડ્રાઇવર્સ કે કંપની માટે ઓલા પ્રોજેક્ટ આર્થિક રીતે કાર્યક્ષમ નીવળ્યો નહીં.
સોર્સે જણાવ્યું કે અત્યારે પ્રોજેક્ટ કાર્યરત નથી. દુનિયાની સૌથી ઝડપી આગળ વધતા ઓટો માર્કેટ ભારતમાં વાર્ષિક 0.1 ટકાથી પણ ઓછા ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, ઉંચો બેટરી કોસ્ટ અને ઇલેક્ટ્રિક વાહનો મોંઘા હોવાના કારણે ભારમતાં તેની ડિમાન્ડ પણ ઓછી છે.
ચીન જોડે સરખામણી કરીએ તો 2017માં 24.7 મિલિયન પેસેન્જર કારનું વેચાણ થયું હતું જેમાંથી 2 ટકા કાર માત્ર ચીનમાં જ વેચાણી હતી. ભારત સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ટેક્સી શરૂ કરીને ઇલેક્ટ્રીક વાહનના ઉપયોગને પ્રમોટ કરવા તથા વધતા પ્રદૂષણ અને ઓઇલના આયાત પરની નિર્ભરતા સામે લડવાનું નક્કી કર્યું હતું.