Facebook and Instagram અકાઉન્ટ બંધ થવાના મુદ્દે વિવાદ!
Facebook and Instagram: તાજેતરમાં, વિશ્વભરના ઘણા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓએ ફરિયાદ કરી છે કે તેમના એકાઉન્ટ્સ કોઈ ચોક્કસ કારણ વગર બંધ કરી દેવામાં આવ્યા છે.
Facebook and Instagram: mહાલમાં વિશ્વભરના ઘણા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓએ ફરિયાદ કરી છે કે તેમના એકાઉન્ટ કોઈ ખાસ કારણ વગર બંદ કરી દેવામાં આવ્યા છે. BBC ને ઘણા વપરાશકર્તાઓએ જણાવ્યું કે તેમને પોતાના એકાઉન્ટ ફરી મેળવવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે અને મેટા તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી.
ટેકનિકલ ખામી કે AI નો પ્રભાવ?
ગઇકાલે મેટાએ સ્વીકાર્યું હતું કે એક “ટેકનિકલ ખામી”ના કારણે કેટલાક ફેસબુક ગ્રુપ્સને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ વપરાશકર્તાઓનું કહેવું છે કે સમસ્યા માત્ર ગ્રુપ્સ સુધી સીમિત નથી, પર્સનલ પ્રોફાઇલ, બિઝનેસ પેજ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પણ અસરગ્રસ્ત થયા છે.
મુખ્ય સમસ્યા એ છે કે મેટાની મોડરેશન સિસ્ટમમાં માનવિય હસ્તક્ષેપ ધીમે ધીમે ઓછો થતો જઈ રહ્યો છે અને એકાઉન્ટ સસ્પેંશન જેવા નિર્ણયો હવે AI પર આધારિત બની ગયા છે. વપરાશકર્તાઓનો આક્ષેપ છે કે જ્યારે તેઓ અપિલ કરે છે ત્યારે થોડા જ મિનિટોમાં જવાબ મળે છે, જેનાથી એ સંશય ઊભો થાય છે કે આખી પ્રક્રિયા માનવો દ્વારા નહીં પણ મશીનો દ્વારા ચલાવવામાં આવી રહી છે.
વપરાશકર્તાઓનો ખરો કડવો અનુભવ
બ્રિટની વોટ્સન નામની કેનેડાની એક મહિલાનું ફેસબુક એકાઉન્ટ મે મહિનામાં નવ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું, “આ માત્ર એક એપ ન હતી, આ મારી યાદો, મિત્રો અને માનસિક આરોગ્ય સમર્થન ગ્રુપ્સ સાથે જોડાવાનું માધ્યમ હતું.” તેમ છતાં તેમની અપિલના જવાબમાં મેટાએ કોઈ સ્પષ્ટ કારણ નથી જણાવ્યું.
જોન ડેલ, લંડનમાં લોકલ ન્યૂઝ ગ્રુપ ચલાવતા એક એડમિન, તેમનું એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તે એકલવાઈ એડમિન હોવાથી હવે ગ્રુપમાં નવી પોસ્ટ્સ નહીં થઈ શકે અને જૂની પોસ્ટ્સ પણ દૂર થઈ ગઈ છે.
મિશેલ ડેમેલો, ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રની એક વ્યાવસાયિક, કહે છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને બંધ થતા તેમના આવક પર સીધો અસર થયો છે. BBC સાથે સંપર્ક કર્યા પછી તેમને એકાઉન્ટ ફરી મળ્યો, પરંતુ તેઓ માને છે કે “મેટા જેવી મોટી કંપનીએ વપરાશકર્તાઓ માટે માનવ આધાર સેવા આપવી જોઈએ.”
સેમ ટોલ, ઇંગ્લેન્ડનો 21 વર્ષીય યુવક, કહે છે કે તેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બંધ થઈ ગઈ અને અરજીનો જવાબ માત્ર બે મિનિટમાં મળ્યો, જેના પરથી તેમને લાગ્યું કે આ પ્રક્રિયા AI દ્વારા સંચાલિત છે.
વધતો વિરોધ
હવે સુધી 25,000 થી વધુ લોકો ઓનલાઇન પિટિશન પર હસ્તાક્ષર કરી ચૂકયા છે, જેમાં મેટાથી જવાબદારી માગવામાં આવી રહી છે. Reddit અને અન્ય સોશિયલ મીડિયામાં હજારો લોકો આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે અને કેટલાક લોકોએ મેટા વિરુદ્ધ સમૂહિક કાયદેસર કાર્યવાહી કરવાની પણ યોજના બનાવી છે.