નવી દિલ્હી : સોશિયલ મીડિયા કંપની ફેસબુક (Facebook)એ એક સ્વતંત્ર બોર્ડની ઘોષણા કરી છે જે નિર્ણય કરશે કે ફેસબુકમાંથી કેવા પ્રકારની વિરોધાભાસી સામગ્રી કાઢી શકાય. આ બોર્ડ સામગ્રી મધ્યસ્થતા પર કાર્ય કરશે.
બોર્ડમાં ડેનમાર્કના પૂર્વ વડાપ્રધાન પણ શામેલ છે. આ સિવાય ફેસબુક દ્વારા બનાવવામાં આવેલા આ કથિત સ્વતંત્ર બોર્ડમાં નોબેલ પારિતોષિક વિજેતા અને ઘણા કાયદાના નિષ્ણાતો પણ હશે.
શરૂઆતમાં, કંપની આ બોર્ડમાં 16 સભ્યો મૂકશે, જે પછીથી વધારીને 40 થઈ શકે છે. આ ફેસબુક બોર્ડ નક્કી કરશે કે ફેસબુકમાંથી કઇ પ્રકારની પોસ્ટ હટાવવી જોઈએ અને આ માટે ફેસબુકના સીઈઓની વાતનું પાલન કરવા માટે બંધાયેલા નહીં હોય.
ફેસબુક દ્વારા બનાવવામાં આવેલ આ સ્વતંત્ર બોર્ડને ફેસબુકની સુપ્રીમ કોર્ટ પણ કહેવામાં આવે છે. ફેસબુકની આ ‘સુપ્રીમ કોર્ટ’માં, કંપનીના વડા, માર્ક ઝુકરબર્ગ પણ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામથી કઇ પોસ્ટ હટાવવી જોઇએ તે નિર્ણય બદલી શકશે નહીં.