ટેકનોલોજીના ક્ષેત્રે ભારતે હરણફાળ ભરી છે. નાનામોટા દરેક લોકો સોશિયલ મીડિયા પર કોઈને કોઈ રીતે જોડાયેલા રહે છે. ત્યારે બાળકો અા બધાથી ક્યાં સુધી દૂર રહે. હવેતો બાળકો પણ Facebookનો ઉપયોગ કરતાં થઈ ગયા છે ત્યારે મા-બાપ માટે ચિંતાનો વિષય બની જાય કે બાળકો શું જોઇ રહ્યા છે તેના પર સતત તો નજર નરાખી શકાય.
સોશિયલ મેસેજિંગ સર્વિસ Facebook 13 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે નવું વર્જન લોન્ચ કર્યું છે. અા અેપની ખાસિયત અે છે કે મા-બાપ બાળકોની વાતચીત પર નજર રાખી શકશે. Messenger Kids નામની અા એપથી મા-બાપની પરમિશન હશે તેની સાથે જ બાળકની વાતચીત થઈ શકશે.
તમને જણાવી દઈએ કે અમેરિકામાં તે 13 વર્ષની ઓછી ઉંમરના બાળકો Facebook પર તેનું અેકાઉન્ટ ન બનાવી શકે. અાથી કંપનીએ Facebookમાં અેકાઉન્ટ નહોય તો પણ અા અેપની મદદથી Facebook Messenger વાપરી શકાશે.
Messenger Kids એપમાં બાળકો વીડિયો કોલિંગ અને ટેક્સ ચેટ પણ કરી શકશે. અા અેપમાં વીડિયો, ફોટો અને ઈમેજને પણ મોકલી શકાશે. અા સિવાય ડ્રોઈંગ ટૂલ્સ, સ્ટિકર્સ પણ મળશે, બાળકો અા એપથી ઘણું ક્રિયેટીવ કરી શકશે.
અા એપ પર કોઈ અેડ નહીં જોવા મળે. Facebook તરફથી અા અેપ તદન મફત મળશે કોઈ ચાર્જ નહીં ચુકવવો પડે. અા એપમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી ફીચર્સ, સ્ક્રીન્ડ કંટેન્ટ અને સેફ્ટી ફિલ્ટર્સ અાપવામાં અાવ્યા છે. અાનાથી બાળકો ખોટી વસ્તુઓ જોવાથી બચી જશે.