Google ફેક ન્યુઝ રોકવા ઉઠાવ્યા અા પગલા.તમામ સોશિયલ મીડિયા સાઇટ્સ પર બધા ટેક ફેક સમાચાર પર કાબૂ રાખવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ખોટા અને ફેક સમાચાર રોકવા માટે Google ન્યૂઝ દ્વારા માર્ગદર્શિકાને સુધારવામાં આવી છે, જેથી તેના પર મૂળ દેશને છુપાવી અથવા અન્ય દેશના વપરાશકર્તાઓને ખોટી જગ્યાઓના નિર્દેશ કરતા ઇન્ટરનેટ વેબસાઈટ્સને કાબૂમાં કરી શકાય.
અા સિવાય વધુમાં વધુ એન્ડ્રોઇડ ઉપકરણોમાં વર્ચ્યુઅલ પર્સનલ અાસિન્ટન્ટ માટે ઉપલબ્ધ કરાવવા માટે Google ને Google Assistant માટે જૂની એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ ઑપરેટિંગ સિસ્ટમ (OS) ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.
Google દ્વારા માહિતી અાપવામાં અાવી હતી કે હવે અમે એન્ડ્રોઇડ લૉલીપૉપ પણ તે લિસ્ટમાં ઉમેરી રહ્યા છીએ, જેના માટે Google Assistant ઉપલબ્ધ છે. આ તે યુઝર્સ માટે રજૂ કરવામાં આવશે, જેણે ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટનમાં તેમના ફોનને અંગ્રેજી ભાષામાં રાખ્યા છે. આ ઉપરાંત અમેરિકા, મેક્સિકો અને સ્પેનમાં સ્પેનિશ ભાષાના યુઝર્સ માટે પણ તે ઉપલબ્ધ છે.
Google પ્રકાશકોને સ્પેમ રિપોર્ટ દાખલ કરવા માટે પરવાનગી આપે છે જો તેમને લાગે છે કે કોઈ અન્ય પ્રકાશક દ્વારા Googleની નવી દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે સ્પામ રિપોર્ટ દાખલ કરાશે.અને ફેક ન્યુઝને તરત જ અટકાવી શકાશે.અાનાથી લોકોને વિશ્વાસ વધશે.

The Google internet homepage is displayed on a product at a store in London, Britain January 23, 2016. Google has agreed to pay 130 million pounds ($185 million) in back taxes to Britain, prompting criticism from opposition lawmakers and campaigners who said the "derisory" figure smacked of a "sweetheart deal". REUTERS/Neil Hall - RTX23OJB