સ્વિટ્ઝર્લૅન્ડ : સ્વિટ્ઝર્લૅન્ડની યુનિવર્સિટી ઓફ ઝ્યુરિક એન્ડ ઇપીએફએલના સંશોધનકારે એક એવું ‘ફોલ્ડબલ ડ્રૉન’ બનાવ્યું છે, જેની પાંખો ફોલ્ડ કરી શકાય છે. આ ડ્રૉનની ખાસ બાબત એ છે કે તે પક્ષીઓની જેમ વર્તન કરી શકે છે, એટલે કે, તે પતલી અને સાંકડી જગ્યામાંથી પણ પસાર થઇને બહાર નીકળી શકે છે. આ સાથે જ ખુલ્લી જગ્યાઓમાં પાંખો ફેલાવીને ઉડી શકે છે. આ ઉપરાંત, ડ્રૉન જગ્યાના પ્રમાણમાં તેનો આકાર બદલવાની ક્ષમતા ધરાવે છે. સંશોધકો કહે છે કે તે આપત્તિ પછી ફસાયેલા લોકોને શોધવામાં મદદ કરશે.
આ ડ્રૉન એવી રીતે રચાયેલ છે કે તે જરૂરિયાત મુજબ તેનું કદ બદલી શકે છે. સંશોધક અનુસાર, સામાન્ય રીતે ડ્રોન અંગ્રેજીમાં ‘X’ અક્ષર જેવા હશે, જેમાં તેની તમામ પાંખો ફેલાયેલી હશે.
નાના સ્થાનોમાંથી બહાર નીકળવા માટે, તે તેની પાંખો સમેટી લેશે અને તે સમયે તે ‘H’ જેવા આકારમાં આવશે. આ સિવાય, અંગ્રેજીમાં ‘O’ અક્ષરની જેમ પણ હોઈ શકે છે, જેમાં આ ડ્રૉન સંપૂર્ણપણે ગોળાકાર હશે.
આ ઉપરાંત, ફોલ્ડેબલ ડ્રોન તેનો આકાર અંગ્રેજીના અક્ષર ‘ T ‘ની જેમ પણ કરી શકે છે અને આ કિસ્સામાં તેનો કૅમેરો ઑબ્જેક્ટની નજીક જવાનો પ્રયત્ન કરશે. એટલે, જો કોઈ જગ્યાએ ડ્રૉન અંદર જઈ શકે તેમ ન હોય, તો તે કિસ્સામાં, ડ્રૉન પોતે તેનું કદ ‘ T ” આકારનું કરી લેશે અને ત્યાંની માહિતી પહોંચાડી દેશે.
સંશોધકોના કહેવા પ્રમાણે આ ફોલ્ડેબલ ડ્રોન આપત્તિના સમયે ખાસ મદદ રૂપ બનશે. જેમ કે, ભૂકંપ આવ્યો હોય તેમજ ભારે વરસાદને કારણે મકાન કે બિલ્ડીંગ ધરાશાયી થઇ હોય તેવી સ્થિતિમાં અંદર ફસાયેલા લોકો સુંઉંધી પહોંચવામાં આ ડ્રોનની મદદ લઇ શકાશે. ધરાશાયી બિલ્ડિંગમાં સાંકડી જગ્યામાંથી પસાર થઈને આ ડ્રોન અંદર સુધી પહોંચી શકશે. જે ડ્રોનના ફૂટેજના આધારે અંદર કોઈ ફસાયેલું હોય તો તેની જાણકારી મળશે. જેથી કરીને તેમના સુધી તાત્કાલીક મદદ પહોંચે અને તેમનો જીવ બચી શકે.