જો તમે પણ Rupay ક્રેડિટ કાર્ડધારક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. ડિજીટલ પેમેન્ટને વેગ આપવા માટે ભારત સરકારે શરૂ કરેલા રૂપે ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને હવે વધુ સુવિધા મળશે. હવે રૂપે ક્રેડિટ કાર્ડને UPI સાથે જોડી શકાશે. એટલે કે હવે તમે પણ ક્યાંક ક્યૂઆર કોડ મારફતે ચૂકવણી કરો છો તો તમે સીધા જ યુપીઆઇથી તેની ચૂકવણી કરી શકશો, તેના માટે તમારે ક્રેડિટ કાર્ડને સ્વેપ કરવાની જરૂરિયાત રહેશે નહીં. તમે ક્રેડિટ કાર્ડને પણ યુપીઆઇ સ્કેન કરીને વેપારીને ચૂકવણી કરી શકશો.
ત્રણ બેન્કોએ શરૂઆત કરી હતીજણાવી દઇએ કે જૂન મહિનામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂપે ક્રેડિટ કાર્ડને યુપીઆઇ સાથે જોડવા માટે અનુમતિ આપી હતી. પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પહેલી એવી ત્રણ બેન્ક હતી જેમણે યુપીઆઇથી ક્રેડિટ કાર્ડને જોડવાની સુવિધા ખાતાધારકોને ઉપલબ્ધ કરાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે હવે આ જ બેન્કોની માફક અન્ય બેન્કો પણ આ જ દિશામાં લોકોને ક્રેડિટ કાર્ડથી યુપીઆઇને જોડવાની સુવિધા પૂરી પાડશે.
રૂપે ક્રેડિટ કાર્ડથી UPI ચૂકવણી થશેદેશમાં મુખ્યત્વે સરકારી બેન્કો દ્વારા જ રૂપે ક્રેડિટ કાર્ડને લોન્ચ કરવામાં આવે છે. હવે તેને યુપીઆઇ આઇડી સાથે જોડી શકાશે. એવામાં હવે આ સુવિધાની શરૂઆત બાદ ગ્રાહકો હવે સીધા જ પોતાના ફોનથી કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકશે, હવે તેઓને પોતાના ક્રેડિટ કાર્ડને સ્વેપ કરાવવાની જરૂર નહીં રહે.
અત્યારે ભારતમાં Rupay ક્રેડિટ કાર્ડનો માર્કેટ શેર અંદાજે 20 ટકાની આસપાસ છે.ચાર્જ ચૂકવવો પડશેપંજાબ નેશનલ બેન્કના એમડી અને સીઇઓ અતુલ કુમાર ગોયલે કહ્યું કે, યુપીઆઇ લિંક્ડ ક્રેડિટ કાર્ડથી ચૂકવણી પર કોઇ એમડીઆર નહીં લાગે પરંતુ ખૂબ જ નાની રકમની ચાર્જ તરીકે વસૂલાત કરાશે. ક્રેડિટ કાર્ડ જારી કરનારી બેન્ક વ્યાજની રિકવરી કરશે. પરંતુ ગોયલે એ સ્પષ્ટતા કરી નથી કે આ ચૂકવણી પર કેટલા ચાર્જની વસૂલાત કરાશે.