નવી દિલ્હી : ગૂગલે I / O 2020 પર તેની વર્ષની સૌથી મોટી ઇવેન્ટને રદ કરી છે. આ ડેવલોપર કોન્ફ્રેન્સ કોરોના વાયરસના ભયને કારણે રદ કરવામાં આવી છે. અગાઉ, વિશ્વનો સૌથી મોટો મોબાઇલ શો મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ એટલે કે એમડબ્લ્યુસી 2020 પણ કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવ્યો છે.
ગૂગલ I / O 2020 નું આયોજન 12 મેથી 14 મે દરમિયાન થવાનું હતું. આ સિવાય ગૂગલે સાન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી ક્લાઉડ નેક્સ્ટ ઇવેન્ટને પણ રદ કરી દીધી છે.
ગૂગલના પ્રવક્તાએ ધ વર્જને કહ્યું, “અમે કોરોના વાયરસ કન્સર્નન અને સીડીએસ અને ડબ્લ્યુએચઓના માર્ગદર્શનને લીધે ગૂગલ I / O 2020 ફિજિકલ ઇવેન્ટ રદ કરી છે.”
ગૂગલ દર વર્ષે આ ઇવેન્ટનું આયોજન કરે છે અને આ સમય દરમિયાન કંપની નવા એન્ડ્રોઇડ વર્ઝન વિશે જણાવે છે. આ સિવાય ગુગલના હાર્ડવેર પણ રજૂ કરવામાં આવે છે. ગૂગલ કહે છે કે કંપની ગૂગલ I / O 2020 ને બીજી રીતે આયોજન કરવાનું વિચારી રહી છે.