Google ની જગ્યાએ આવશે તમારું નામ! જાણો કેવી રીતે બનાવશો તમારું પર્સનલાઈઝ્ડ ડૂડ
Google: ગૂગલ ડૂડલ ઘણા વર્ષોથી ઇન્ટરનેટ વપરાશકર્તાઓ વચ્ચે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી છે. 1998માં જ્યારે પહેલીવાર ‘આઉટ ઓફ ઓફિસ’ સંદેશા તરીકે ગૂગલ ડૂડલ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે કોઈએ વિચાર્યો નહીં કે તે ગૂગલની ઓળખ બની જશે.
Google: સમયની સાથે ગૂગલે આને એક સર્જનાત્મક પરંપરા બનાવી દીધી છે, જેમાં ખાસ દિવસો, તહેવારો, ઐતિહાસિક ઘટનાઓ અને જાણીતી શખ્સિયતોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવે છે.
ગૂગલ ડૂડલ શું કરે છે?
ગૂગલ ડૂડલ ફક્ત વૈશ્વિક ઇવેન્ટ નહીં, પરંતુ સ્થાનિક મહત્વ ધરાવતી ઘટનાઓને પણ ઉજાગર કરે છે. દરેક ડૂડલ દરેક દેશમાં નથી દેખાતો, તે ખાસ વિસ્તારમાં બનાવવામાં આવે છે, જે માટે એક સમર્પિત ટીમ કાર્યરત હોય છે. ઉપરાંત, ગૂગલ યુઝર્સને પોતાના ડૂડલ આઈડિયા ઇમેલ મારફતે મોકલવાની પણ સુવિધા આપે છે.
હવે વાત કરીએ સૌથી રસપ્રદ ફીચરની — તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર તમારા Google Doodle ને તમારું નામ અને પસંદગી પ્રમાણે પર્સનલાઈઝ કરી શકો છો. આ માટે તમને થોડા સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે:
Google Doodle ને તમારા નામથી કેવી રીતે કસ્ટમાઇઝ કરશો?
સૌપ્રથમ Google Chrome બ્રાઉઝર ખોલો અને સર્ચ બારમાં “Chrome extensions” ટાઈપ કરો.
સર્ચ રિઝલ્ટમાં આવતી Chrome Web Storeની લિંક પર ક્લિક કરો.
હવે Web Storeના સર્ચ બારમાં “My Doodle” ટાઈપ કરો.
જે એક્સટેન્શન આવશે, તેના પર “Add to Chrome” પર ક્લિક કરો અને પછી “Add extension” કરીને કન્ફર્મ કરો.
એક્સટેન્શન ઉમેરાતાંજ, બ્રાઉઝરના ટોચ પર તેનો આઇકન દેખાશે.
આ આઇકન પર ક્લિક કરીને “My Doodle” વિકલ્પ પસંદ કરો.
હવે અહીં તમારું નામ અથવા કોઈ પસંદગીનો લખાણ લખી શકો છો. જો તમે કોઈ ઈમેજનો ઉપયોગ કરવો હોય તો ઈમેજ ટેબમાં જઈને તેની URL નાખો.
તમારે ઇચ્છા હોય તો સ્ક્રીન પર સમય/કલાક પણ સેટ કરી શકો છો.