ગૂગલે અાનંદી ગોપાલ જોશીનું ડૂડલ બનાવ્યુ છે. તેમના 153 મી જયંતિ પર Google તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.આનંદી ગોપાલ જોશીને ભારતીય મહિલાઓ માટે પ્રેરણા માનવામાં આવે છે.તેઓ ભારતના પ્રથમ મહિલા ડૉકટર હતા.ડૉક્ટરે માટે તેમણે અમેરિકાથી પરીક્ષા પાસ કરી હતી. અા તે સમયની વાત છે જ્યારે સ્ત્રીઓ માટે બહાર નીકળવુ પણ મુશ્કેલ હતુ.
તેઓ પ્રથમ ભારતીય મહિલા છે, જેણે અમેરિકાની જમીન પર પગ મુક્યો હતો. આનંદી ગોપાલ જોશીનો જન્મ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં થયો હતો.પરિવારે તેમનું નામ યમુના રાખ્યુ હતુ.માત્ર 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન વિધુર ગોપાલરાવ જોશી સાથે કરવામાં આવ્યા હતા.લગ્ન પછી તેમનું નામ અાનંદી ગોપાલ જોશી થઈ ગયું.ગોપાલરાવ તેમનાથી 20 વર્ષ મોટા હતા.
ગોપાલરાવે અાનંદી ગોપાલ જોશીને કામયાબ બનાવવા ખુબ જ સાથ અાપ્યો હતો.આનંદી 14 વર્ષની ઉંમરમાં માતૃત્વ સુખથી વંચીત થયા હતા.અપુરતી સ્વાસ્થ્ય સુવિધાના અભાવે તેમના પુત્રનું મોત થયુ અા કારમો ઘા તેમને ખુબ લાગી ગયો હતો.અા ઘટના બાદ તેમના પતિએ તેમને ઉચ્ચ અભ્યાસ અને તાલીમ માટે પ્રેરણા અાપી.
કહેવાય છે કે કેટલાક ઘાંવ કોઈ અજાણ્યા માર્ગ પર ખેચી જતા હોય છે અને અાગળની કેડી પર બીજા માટે પ્રેરણા સમાન હોય છે.અાનંદી તેની પ્રતિભા અને પતિના સમર્થનથી ખુબજ અાગળ અાવી અને એવી કરોડો મહિલાઓ માટે પ્રેરણા સમાન બની રહી.