નવી દિલ્હી : ગૂગલે મધર્સ ડે (Mother’s Day) નિમિત્તે એક ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. તમે આ ગુગલ ડૂડલ દ્વારા મધર્સ ડે કાર્ડ ક્રાફ્ટ કરીને તમારી માતાને વિશ્વના કોઈપણ ખૂણામાં શુભકામના પાઠવી શકો છો. ગૂગલનું વિશેષ ડૂડલ તમને ડિજિટલ કાર્ડ્સ બનાવવા માટે મદદ કરે છે, ઉપરાંત તેને તમારા કમ્પ્યુટરથી સેન્ડ કરવા મળે છે.
વિશ્વભરમાં ખતરનાક કોરોના વાયરસને લીધે, ઘણા લોકો સંકટની આ ઘડીમાં તેમની માતાથી દૂર છે. તેથી જ ગૂગલે આ વિશેષ ડૂડલ દ્વારા ડિજિટલ કાર્ડ મોકલવાની સર્જનાત્મક રીત અપનાવી છે. આ ગુગલ ડૂડલમાં ‘હેપ્પી મધર્સ ડે’ લખ્યું છે.
આના જેવા કાર્ડ બનાવીને મોકલો
ગૂગલે આજે મધર્સ ડે નિમિત્તે બનાવેલા આ ડૂડલમાં હસ્ત, ફ્લાવર, એનિમલ વગેરે જેવા વિવિધ ક્રાફ્ટ વિકલ્પો આપ્યા છે. એકવાર કાર્ડ બન્યા પછી, મોકલો વિકલ્પ પર ક્લિક કરો. હવે તમે આ કાર્ડને ઇમેઇલ અથવા ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા શેર કરી શકો છો.