નવી દિલ્હી : લોકડાઉન દરમિયાન લોકોના કંટાળાને દૂર કરવા માટે, સુપ્રસિદ્ધ સર્ચ એન્જિન કંપની ગૂગલે ફરી એકવાર પેકમેન (PacMan) ગેમને તેના ડૂડલમાં સ્થાન આપ્યું છે. પેકમેન ગેમ રમવા માટે તમારે પહેલા ગૂગલના ડૂડલ પર ક્લિક કરવું પડશે, તે પછી એક પૃષ્ઠ તમારી સામે ખુલશે. અહીં તમને પ્લે બટન મળશે. જે ક્લીક કરીને તમે ગેમ રમી શકો છો. ગૂગલે વિવિધ ગેમનો સમાવેશ કર્યો છે, જેનો તમે આનંદ ઉઠાવી શકો છો.
પેક મેન ગેમનો ઇતિહાસ
નોંધનીય છે કે, પેકમેન રમત સૌ પ્રથમ 1980 માં રજૂ કરવામાં આવી હતી અને હજી પણ દરેક જણ બાળકોથી લઈને પુખ્ત વયના લોકો માટે આ રમત પસંદગીની રમતમાં સ્થાન ધરાવે છે.