Google I/O: રાહ નો અંત, આ દિવસે થશે મેગા ઈવેન્ટ, એન્ડ્રોઇડ 16 લોન્ચ થઈ શકે છે!
ગૂગલ I/O 2025 ની શરૂઆત CEO સુંદર પિચાઈના મુખ્ય ભાષણથી થશે
આ કાર્યક્રમ ઇવેન્ટ તમામ માટે ઓનલાઈન ઉપલબ્ધ રહેશે, જેમાં ‘લાઈવસ્ટ્રીમ કરેલ કીનોટ્સ અને સત્રો’ હશે
Google I/O : ગૂગલના મેગા ઇવેન્ટ ગૂગલ I/O 2025 ની રાહ પૂરી થઈ ગઈ છે. ગૂગલનો આગામી મોટો કાર્યક્રમ I/O ડેવલપર કોન્ફરન્સ 2025 ટૂંક સમયમાં યોજાવા જઈ રહ્યો છે. તાજેતરમાં કંપનીએ જાહેરાત કરી છે કે આ ઇવેન્ટ બે દિવસ ચાલશે, જે 20 મેથી શરૂ થશે અને 21 મે, 2025 સુધી ચાલશે.
ગુગલે માહિતી આપી છે કે આ ઇવેન્ટમાં “ગુગલના નવા ઉત્પાદનો, ટેકનોલોજી અને AI માં નવીનતાઓ” પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમ બધા માટે ઓનલાઈન ઉપલબ્ધ રહેશે, જેમાં “લાઈવસ્ટ્રીમ કરેલ કીનોટ્સ અને સત્રો” હશે. ઉપરાંત, દર વર્ષની જેમ, આ વખતે પણ કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂમાં શોરલાઇન એમ્ફીથિયેટર ખાતે રૂબરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ગૂગલ I/O 2025 ની શરૂઆત CEO સુંદર પિચાઈના મુખ્ય ભાષણથી થશે, જે સવારે 10 વાગ્યે PT (ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગ્યે) યોજાશે. આ પછી ડેવલપર કીનોટ અને ઓન-ડિમાન્ડ ટેકનિકલ સત્રો યોજાશે. આ વર્ષે, ગૂગલ બંને દિવસે શોરલાઇનથી ડેવલપર પ્રોડક્ટ કીનોટ્સ લાઇવ સ્ટ્રીમ કરશે. “અમે પહેલા દિવસની શરૂઆત કીનોટ્સ સાથે કરીશું, ત્યારબાદ બીજા દિવસે બ્રેકઆઉટ સત્રો, વર્કશોપ, ડેમો, નેટવર્કિંગ તકો અને ઘણું બધું હશે,” ગૂગલ કહે છે.