નવી દિલ્હી : ગૂગલે આ વર્ષની ડેવલપર કોન્ફરન્સની તારીખ જાહેર કરી છે. 12 મેથી 14 મે સુધી, ગૂગલ આઈ / ઓ ડેવલપર કોન્ફરન્સ કરશે. કંપનીએ આ વાર્ષિક ડેવલોપર પરિષદનું ટીઝર પણ બહાર પાડ્યું છે.
આ વખતે કંપનીનું ધ્યાન ઓનલાઇન ગેમિંગ પર હોઈ શકે છે. આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઇએ એક ટ્વીટ કર્યું છે.
આ ટ્વિટમાં તેમણે આ ડેવલોપર પરિષદની સમયરેખા જણાવી છે. આ ઉપરાંત, આ ડેવલોપર પરિષદ અમેરિકાના માઉન્ટન વ્યૂમાં યોજાશે, જ્યાં ગૂગલનું મુખ્ય મથક છે.
Cosmos aligned. We'll be back at Shoreline Amphitheatre in Mountain View for this year's #GoogleIO on May 12-14! pic.twitter.com/3bZqriaoi1
— Sundar Pichai (@sundarpichai) January 24, 2020