વોઇસ કમાન્ડના વધતા વલણને ધ્યાનમાં રાખીને ગૂગલે તાજેતરમાં પ્લે સ્ટોર પર ઑડિઓ બૂક્સ લોન્ચ કરી છે. ગૂગલે જણાવ્યું હતું કે હવે યુઝર્સના મનપસંદ પુસ્તકોને ઑડિઓ બૂક્સની મદદથી વાંચી અને સાંભળી પણ શકશે.ગૂગલે આગળ જણાવ્યું હતું કે યુઝરને બસ એટલુ જ કહેવાનુ રહેશે કે ઓકે ગૂગલ રીડ માઇ બૂક.
વિશ્વની 45 દેશોમાં નવ ભાષાઓમાં Google બુક પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.એન્ડ્રોઇડ, આઇઓએસ યુઝર્સ તેના મનપસંદ પુસ્તકોને વાંચી અને સાંભળી પણ શકશે.
ગૂગલ પ્લે બૂક્સના પ્રોડક્ટ મેનેજમેન્ટના પ્રમુખ ગ્રેગ હાર્ટેલે જણાવ્યું કે અમે યુઝર્સ માટે Google ઑડિઓ બુક્સ લોન્ચ કરી છે.તે યુઝર્સ માટે ઉપયોગી છે, જે ઇચ્છે છે કે Google તેમને તેમની પસંદના પુસ્તકો વાંચી આપે.આ ઉપરાંત ફ્રીમાં પુસ્તકોનાં પ્રિવ્યૂ પણ આપવામાં અાવશે.