ભારતમાં ગૂગલ મેપ્સે પોતના યૂઝર્સ માટે લાઇવ લોકેશન અને ETA (એસ્ટિમેટેડ ટાઇમ ઓફ અરાઇવલ) ને પોતાના કોન્ટેક્ટ્સ સાથે શેર કરવાનો ઓપ્શન આપ્યો છે. અર્થાત્ હવે તમારા કોઇ પણ સંબંધી કે મિત્ર પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા ટ્રાવેલ કરી રહ્યા છે તો તમે તેને લાઇવ ટ્રેક કરી શકો છો અને જાણી શકો છો કે તે અત્યાકે ક્યાં છે અને તેની ટ્રેન કે બસ કેટલા વાગ્યા સુધીમાં ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચશે. જો કે, આ ફીચર માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે જ છે, પરંતુ આવનારા દિવસોમાં આ ફીચર આઇફોન યૂઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ગૂગલ ઇન્ડિયાએ ટ્વીટ કરીને નવા ફીચર્સની ઘોષણા કરી હતી. આ ફીચરસ વોટ્સએપના લાઇવ લોકેશનની જેમ છે. અહીં કહેવામાં આવ્યું છે કે, તમે કોન્ટેક્ટ્સને ન માત્ર લાઇવ લોકેશન દેખાડી શકશો પરંતુ તે પણ દેખાડી શકશો કે તમારી બસ કે ટ્રેન ક્યારે નિર્ધારિત સ્ટેશન પર પહોંચશે. યૂઝર્સ પોતાના લોકેશનને ફેસબુક મેસેન્જર, હેંગઆઉટ્સ અને વોટ્સએપ દ્વારા પણ શેર કરી શકે છે.
સૌથી પહેલા ગૂગલ મેપ્સમાં ડેસ્ટિનેશન ટાઇપ કર્યા પછી તમારું નેવિગેશન જેવું શરૂ થશે તમારે ડિટેઇલ્ડ રૂટ પર ક્લિક કરવાની રહેશે. અહીંથી તમે શેર ટ્રિપ ઓપ્શન પર જઇ શકો છો. તેની મદદથી તમે પોતાનું લાઇવ લોકેશન વોટ્સએપ, મેસેન્જર કે હેંગઆઉટ પર શેર કરી શકો છો.