ભારતના પ્રથમ સુપરસ્ટાર તરીકે જેની ગણના થાય છે તે કુંદનલાલ સાઈગલનું ડૂડલ બનાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કુંદનલાલ સાઈગલ બોલિવુડના સિંગર અને અભિનેતાના 114માં બર્થડે પર ગૂગલ દ્વારા ડૂડલ બનાવવામાં આવ્યું છે. જમ્મૂ કશ્મીરમાં જન્મેલા કુંદનલાલ સાઈગલના પિતા ઈન્કમટેક્સ ઓફિસર હતા, જ્યારે તેમની માતા હિન્દુ હતી. માતાના કારણે કુંદનલાલના ઘરમાં સંગીત અને ભજન કિર્તન થતા, જેના કારણે કુંદનને સંગીતનો રંગ લાગ્યો.લાહોરની મુલાકાત દરમિયાન તેઓ મરચંદ જૈન નામના વ્યક્તિને મળ્યા. જેમની શિખામણથી તેમણે ગીતો ગાવાનું શરૂ કરેલું.
કુંદનલાલે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત મહોબ્બત કે આંસુ જેવી ફિલ્મથી કરી હતી. જે પછી તેમણે સુબહ કા સિતારા, ઝિંદા લાશ જેવી ફિલ્મો કરી. તેમની કરિયરના બેસ્ટ પરફોર્મન્સ પર નજર કરવામાં આવે તો, યહુદી કી લડકી, ચંડીદાસ, રૂપલેખા, કારવા-એ-હયાત જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો.
સ્વરસામ્રાજ્ઞી લતામાંગેશકર કુંદનલાલ સાઈગલ સાથે પ્રભુતામાં પગલા પાડવા ઇચ્છતા હતા. કુંદનલાલને નવી પેઢી કદાચ નહીં જાણતી હોય, પરંતુ મહોમ્મદ રફી, કિશોર કુમાર, લતા મંગેશકર, મુકેશ જેવા ગીતકારો તેમને ગુરૂ તરીકે માનતા આવ્યા છે.