સાન ફ્રાન્સિસ્કો: ફેસબુકની માલિકીની વ્હોટ્સએપ (WhatsApp) એપ્લિકેશન શનિવારે ગૂગલ પ્લે સ્ટોર પર અચાનક ગાયબ થઈ ગયા બાદ પાછી ફરી છે. શનિવારે કંપનીએ તેની પુષ્ટિ કરી છે. નવા વપરાશકર્તાઓ હવે આ એપ્લિકેશનને તેમના એન્ડ્રોઇડ ફોન્સ પર ગૂગલ એપ સ્ટોર પર જઈને વ્હોટ્સએપ લખીને ડાઉનલોડ કરી શકે છે. દુર્ભાગ્યે, એપ્લિકેશન કેમ ગાયબ થઈ, તે હજી સુધી જાણી શકાયું નથી.
શુક્રવારે કેટલાક વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી કે ફેસબુકની માલિકીની ચેટ મેસેંજર એપ્લિકેશન WhatsApp હવે પ્લે સ્ટોર પર દેખાતી નથી. આને લીધે, પહેલીવાર WhatsApp જોઈન કરનાર વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશન દેખાતી નહોતી.
જો કે, જો તમે પ્રથમ કોઈ કારણસર ઇન્સ્ટોલ કર્યું હોય અને પછીથી અનઇન્સ્ટોલ કર્યું હોય, તો તમે તેને ‘પ્રેવિસીલી ઇન્સ્ટોલ એપ્લિકેશન’ વિભાગ પર જઈને ફરીથી ડાઉનલોડ કરી શકો છો.
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આનો અર્થ એ છે કે વોટ્સએપ ગૂગલ પ્લે સ્ટોર પરથી સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયું નથી, ગૂગલે તેને બ્લેક લિસ્ટ પણ કર્યું નથી.