Google Play Store : ગૂગલે 1 માર્ચના રોજ ગૂગલ પ્લે સ્ટોર પરથી 10 ભારતીય એપ્સ હટાવી દીધી હતી. હવે ગૂગલના આ પગલા પર ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે કહ્યું કે ગૂગલને આ રીતે એપ્સને દૂર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગૂગલે કહ્યું કે, એપ ડેવલપર્સને 3 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે સાંભળ્યું નહીં.
ગૂગલે ઘણી ભારતીય એપ સામે મોટી કાર્યવાહી કરી છે. કંપનીએ ગૂગલ પ્લે સ્ટોર પરથી લગભગ 10 એપ્સ હટાવી દીધી છે. ગૂગલ દ્વારા બિલ પેમેન્ટ વિવાદને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૂગલના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી એપ ડેવલપર્સ વિરુદ્ધ કરવામાં આવી છે જેઓ બિલિંગ પોલિસીનું પાલન નથી કરી રહ્યા હતા. એપ્સને લઈને ગૂગલ દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ હવે ભારત સરકાર પણ કડક થઈ ગઈ છે.
ભારત સરકારે Google Play Store માંથી એપ્સને દૂર કરવાના પગલા પર કડક વલણ અપનાવ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ગૂગલને કોઈપણ રીતે એપને હટાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકારે બિલ પેમેન્ટ વિવાદને ઉકેલવા માટે આગામી સપ્તાહે એક બેઠક પણ બોલાવી છે. ગૂગલ, ગૂગલ પ્લે સ્ટોર અને એપ ડેવલપર્સ સાથે સરકારના લોકો પણ આ મીટિંગમાં ભાગ લેશે.
ગૂગલે આ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે
તમને જણાવી દઈએ કે ગૂગલ દ્વારા જે એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે તેમાં Shaadi.com, Bharat Matrimony, Matrimony.com, Naukri.com, Kuku FM,99acres, Stage, QuackQuack, Alt Balaji’s (Altt) જેવી એપ્સનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.
ગૂગલે કહ્યું છે કે બે લાખથી વધુ ભારતીય એપ ડેવલપર્સ ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તમામ ડેવલપર માટે સમાન પોલિસી છે, પછી તે મોટા ડેવલપર હોય કે નાના એપ ડેવલપર. કંપનીના જણાવ્યા અનુસાર કેટલાક એપ ડેવલપર્સ એવા છે જે બિલિંગ પોલિસી સ્વીકારવા તૈયાર નથી. તેને ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેણે સાંભળ્યું ન હતું. આ પછી એપ્સને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
તમને જણાવી દઈએ કે ગૂગલ અને એપ ડેવલપર્સ વચ્ચે ફી વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો, પરંતુ 9 ફેબ્રુઆરી 2024ના રોજ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ગૂગલે કહ્યું કે જે એપને હટાવી દેવામાં આવી હતી તેને 3 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેણે પોલિસી ફોલો કરવાનો ઇનકાર કર્યો હતો.