ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સને વાઈરસ અથવા ફોનને નુકસાન પહોંચાડતા એપ્સથી બચવા માટે ઘણા સૅફગાર્ડ બનાવ્યા છે.કંપની મુજબ- એન્ડ્રોઇડ યુઝર્સને આ એપ્સથી બચાવવા માટે વર્ષ 2017માં 7 લાખથી વધુ એપ્સને Google Play સ્ટોર પરથી હટાવી નાખવામાં આવ્યા છે.2016ની સરખામણીએ આ આંકડો 70 ટકા વધુ છે.
Google Play ના પ્રોડક્ટ મેનેજર એન્ડ્રુએ એક બ્લોગ પોસ્ટમાં લખ્યું-ના માત્ર અમે 2017માં આ પ્રકારની ખરાબ એપ્સને દૂર કરી છે.સાથે સાથે અમે જેમ ખરાબ એપ્સને પહેલાં કરતા જલ્દી શોધી શક્યા અને તે માટે પણ ઝડપી કાર્યવાહી પણ કરી શક્યા.
કોપી કેટ્સ એપ હજુ પણ માથાનો દુખાવો
કોપી કેટ્સ એપને એ જ પ્રકારની ડિઝાઇનથી તૈયાર કરવામાં અાવે છે કે ભલભલા થાપ ખાઈ જાય છે.અા જ કારણે યુઝર્સ ઘણીવાર થાપ ખાઈ જાય છે કે અસલી એપ કઈ છે.ગૂગલે ગત વર્ષે આ પ્રકારના લગભગ મિલિયન એપ્સ દૂર કરી છે.
આ સાથે સાથે કંપનીએ એ પણ જણાવ્યું હતું કે, હજારોની સંખ્યામાં ખોટી કન્ટેન્ટ એપ્સને પણ પ્લે સ્ટોરમાંથી દૂર કરી દેવામાં આવી છે. Google Play પ્રોટેક્ટ કોઈપણ પ્રકારની ખોટી એક્ટીવીટી પર દેખરેખ રાખવા માટે એપ્સને સ્કેન કરે છે.ગૂગલે ગયા વર્ષમાં Google Play પ્રોટેક્ટમાં માલવેયર સ્કેનીંગ અને ડિટેક્શન ટેક્નોલોજી એડ કરી છે.એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ફોન ઇન્સ્ટોલ એપ્સની પોતાની સ્કેનિંગ કરે છે.યુઝર્સ મેન્યુઅલ પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સ્કેનિંગ શરૂ કરી શકે છે.