ગુગલ હવે ટેબલેટ બનાવવા કામ નહી કરે. કંપનીના ડિવાઇસ અને સર્વિસના વાઇસ પ્રેસિડેંડ રિક ઓસ્ટરલોહે જણાવ્યુ કે ગુગલની હાર્ડવેર ટીમ હવે ટેબલેટ ઉપર ફોકસ નહી કરે. કંપનીનુ મુખ્ય ફોકસ હવે ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ વાળુ લેપટોપ ઉપર રહેશે. જો કે ક્રોમ અને એંડ્રોયડ ટીમ માર્કેટમાં હાજર ટેબલેટ માટે કામ કરતી રહેશે. એટલુ જ નહી કંપની માર્કેટમાં જો નવા ટેબલેટ લોન્ચ કરવા વાળી છે. તેમને પણ લોન્ચ કરવામાં નહી આવે.
2014માં પહેલુ ટેબલેટ આવ્યુ હતુ.
ગુગલે 2014માં પિક્સલના નામથી ટેબલેટ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આને ટેક એક્સપર્ટને એપલના આઇપેડથી સારૂ બતાવવામાં આવ્યુ હતુ. જોકે ટેબલેટની દોડધામમાં ધીરે-ધીરે પિક્સલ ટેબલેટ પાછળ રહી ગયુ છે. માર્કેટમાં એપલ અને સેમસંગના ટેબલેટ લોકોને વધુ પસંદ આવ્યુ છે.