મોબાઇલમાં ડેટા મેનેજમેન્ટ અને ડેટા બચત માટે ઘણી અેપ છે, પરંતુ આમાંથી મોટાભાગની એપ્લિકેશન તમારા સ્માર્ટફોન્સને સ્લો બનાવી અાપણને મૂર્ખ બનાવે છે પરંતુ હવે Google પોતે એક નવી એપ્લિકેશન લોંચ કરે છે જે ડેટા સેવર તરીકે ઉપયોગ કરી શકાય છે.
આ એપનું નામ Datally છે અને તે Google Play સ્ટોર પરથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો આ એપ દ્વારા તમારા યુઝર્સના રીઅલ ટાઇમ ટ્રૅક માટે તમારા મોબાઇલ પર માહિતી મળશે. આ ઉપરાંત આ એપ અાસપાસમાં રહેલા પબ્લિક વાઇફાઇ વિશે તમને માહિતી આપશે. ગૂગલે આ એપ, એન્ડ્રોઇડ 5.0 અને તેની ઉપરના વર્ઝન પર ચાલે તેવી બનાવી છે.
ઘણા લોકો માટે મોબાઇલ ડેટા ખર્ચાળ છે. સૌથી ખરાબ બાબત એ છે કે લોકો જાણતા નથી કે તેમનો કેટલો ડેટા ખર્ચ થયો, તેથી અમે Datally એપ બનાવી છે જેનાથી તમે ડેટા કન્ટ્રોલ અને સેવિંગ કરી શકશો. છેલ્લા કેટલાક મહિનાથી અમેDatally ઍપને ફિલીપિન્સમાં ટેસ્ટિંગ કરી રહ્યા છીએ અને લોકો અા એપ દ્વારા આશરે 30 ટકા ડેટા બચાવી શક્યા છે.
અા અેપથી તમે ડેઈલી, મંથલી અને વીકલી ડેટાની વપરાશ જાણી શકશો.અા સિવાય તમારો ડેટા ક્યાં વધુ વપરાય છે તેમજ તમારા ડેટાને કેમ બચાવવો તે પણ અા અેપ જણાવશે.
આ એપ્લિકેશનમાં ડેટા સેવરનું ઑપ્શન છે, તે ચાલુ કરવા પર જ આ એપ તમારા સ્માર્ટફોનનાં બેકગ્રાઉન્ડ ડેટાને બ્લોક કરે છે. સામાન્ય રીતે તમે જે એપ્લિકેશનને ઉપયોગ કરી રહ્યા છો તે એપ્લિકેશન પણ ડેટાના વપરાશ માટે છે. જો તમારી સ્માર્ટફોનમાં કોઈ એવા એપ છે જે વધારે ડેટા વપરાશ કરે છે તો તમે આ એપ દ્વારા બ્લોક કરી શકો છો.અામ તમે તમારા ડેટાને બચાવી શકશો.