ઘણીવાર એવું બને છે કે તમે સગવડતા માટે ઓટોમાં યાત્રા કરવાનું પસંદ કરો પરંતુ યોગ્ય રસ્તાની જાણકારી અને ઓટોના ભાડા વિશે ખ્યાલ ન હોવાથી ઓટોચાલક મનફાવે તેવું ભાડુ વસુલ કરી લેતા હોય છે. કેટલાક રીક્ષાચાલક ગ્રાહકને લાંબા રૂટ પરથી લઈ જાય છે જેથી મીટર વધારે ભાડુ લાગી શકે. પરંતુ આ રીતે હવેથી રીક્ષાચાલકો તમારી પાસેથી ભાડુ વસુલ કરી શકશે નહીં. કારણ કે તમારી મદદ ગૂગલ મેપ કરશે.
ગૂગલ મેપના માધ્યમથી અત્યાર સુધી તમે રસ્તા સરળતાથી શોધતા હશો પરંતુ હવે મેપ તેના યૂઝર્સને અન્ય સુવિધાઓ પણ આપશે. આ સુવિધા અનુસાર લોકો મેપના માધ્યમથી ઓટોરિક્ષા માટે યોગ્ય રસ્તો શોધી શકશે.
ગૂગલ મેપની આ સુવિધા હાલ દિલ્હીવાસીઓને જ લાભ આપશે. ગૂગલએ જણાવ્યાનુસાર દિલ્હીના લોકો મેપ પર સાર્વજનિક ઓટો માટેના રસ્તા જોઈ શકશે. મેપમાં પરિવહનની પસંદગી કરવાથી યાત્રી ઓટો માટેના રસ્તા જોઈ શકશે અને તેના અનુસાર ભાડુ કેટલું થશે તેનો અંદાજ પણ લગાવી શકશે. કંપનીના જણાવ્યાનુસાર ઓટોના સંભાવિત ભાડા અંગે દિલ્હી ટ્રાફિક પોલીસ સાથે ચર્ચા કરવામાં આવી અને તે ભાડા પ્રણાલી અનુરૂપ જ દેખાડવામાં આવશે. ગૂગલ મેપની આ સુવિધા એન્ડ્રોઈડ ફોન પર જ ઉપલબ્ધ થશે