સર્ચ એન્જિન ગૂગલે આજે પોતાનું ડુડલ બૉલીવુડના જાણીતા દિગ્દર્શક, ફિલ્મકાર અને શ્રેષ્ઠ અભિનેતા વી શાંતરામને સમર્પિત કર્યું છે. મરાઠી ફિલ્મોથી પોતાની ફિલ્મી કેરિયરની શરુઆત કરનાર શાંતારામનું પૂરું નામ ‘શાંતારામ રાજરામ વાન્ક્ડોરે’ હતું
તેમણે 1946માં હિન્દી ફિલ્મ જગતમાં પોતાના જીવનમાં ડોકટૉન્ટની જીવન પર આધારિત ફિલ્મ ‘ડૉકટૉન્ટિસની અમર કથા’ થી શરૂ કરી અને ફરીથી નિર્દેશક .ફિલ્મકાર અને શ્રેષ્ઠ અભિનેતા તરીકે પોતાની છાપ છોડતા જનક જનક પાયલ બાજે , દો આંખે બારહ હાથ અને નવરંગ, જેવી ફિલ્મોથી શોહરત પ્રાપ્ત કરી હતી
તેમનો જન્મ 18 નવેમ્બર 1901માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો તે ખુબજ નાની ઉંમરમાં આજીવિકા માટે નિકળી પડયા હતા વર્ષ 1921થી 1987 સુધી ફિલ્મ જગતમાં સક્રિય રહી શાંતારામની જનક જનક પાયલ બાજે (1957) અને દો આંખે બારહ હાથ (1958) માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો. તેમને 1985માં ફિલ્મ જગતનો સૌથી શ્રેષ્ઠ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા અને 1992માં પદમ વિભૂષણથી પણ સન્માનિત કરાયા
વિશ્વની જાણીતા હાસ્ય અભિનેતા ચાર્લી ચૅપ્લિન દ્વારા શાંતરામની મરાઠી ફિલ્મ મનહુસની ખુબજ પ્રશંસા કરી હતી. શાંતારામનું અવસાન 88 વર્ષની ઉંમરમાં 30 ઑક્ટોબર 1988માં થયુ હતું