વિજળીના ‘સૌભાગ્ય’ મૉડલનો અમલ હવે ‘ભારતનેટ’ ઑપ્ટિકલ ફાઇબર પ્રોજેક્ટમાં પણ કરવામાં આવશે. વાસ્તવમાં ‘ભારતનેટ’ કેન્દ્ર સરકારનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, જેના હેઠળ દેશના તમામ ઘર સુધી ઇન્ટરનેટની ક્નેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ 2.5 લાખ ગ્રામ પંચાયતોને માર્ચ 2019 સુધી ઑપ્ટિકલ ફાઇબરની સાથે જોડવામાં આવશે. સરકારનો આ લક્ષ્ય વર્ષના અંત સુધી પૂરી કરવાનો છે. અત્યાર સુધી 1.5 લાખ ગામો સુધી ઑપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.
આ યોજના હેઠળ ઇન્ટરનેટ ક્નેક્ટિવિટીને શાળા, પોસ્ટ ઑફિસ, પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ જેવા ગામોના પબ્લિક ઇન્સ્ટિટ્યૂશન્સ સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે ગામના તમામ ઘરમે WIFI સુનિશ્ચિત કરવા માટે PPP મોડ અથવા તો અન્ય બિઝનસ મૉડલની મદદથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી શકે છે.
એક વરિષ્ઠ અધિકારી અનુસાર, ભારતનેટ પ્રોજેક્ટ પાછળ સરકારની ઇચ્છા છે કે માત્ર ઘર સુધી જ બ્રોડબેન્ડ સુવિધા પહોંચાડીને સંતુષ્ટ નથી થઇ જવાનું, જેવી રીતે લાસન્સ અને ઇલેક્ટ્રિસિટી પોલ્સના મામલામાં કરવામાં આવ્યુ હતુ. ઇન્ટરનેટના મામલામાં એવું સ્ટ્રક્ચર બનાવવું જોઇએ, જેનાથી તમામ ઘરમાં તેનો ઉપયોગ કરવામાં આવે.
બીજી તરફ સપ્ટેમ્બર સુધીની આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો 100 લોકોની વસ્તીમાં માત્ર 33.22% લોકો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જોકે 42,068 કરોડ રૂપિયાનો ભારતનેટનો પ્રોજેક્ટની ઝડપ હજુ ધીમી છે. ગત વર્ષે ઑપ્ટિકલ ફાઇબરની મદદથી 1 લાખ ગામ પંચાયતોએ જોડવાનું પહેલું ચરણ પૂરુ કરી દેવામાં આવ્યુ છે. ભારતનેટના બીજા ચરણમાં કેબિનેટે 19 જૂલાઇ 2017ના બાકીના 1.5 લાખ ગામ પંચાયતોની જોડવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે, જોકે આ ચરણનું કામ હજુ ચાલી રહ્યુ છે.