બોસ્ટન : રોબોટ નામ સાંભળતા જ લોકોને ઓટોમેટિક વર્ક કરતો રોબોટ નજરે તરતો દેખાય છે. એક તરફ માનવ શ્રમને હળવું બનાવવા માટે ટેક્નોલીજીએ કાર્યભાર ઉઠાવ્યો છે જ્યારે બીજી તરફ માનવનું કેટલુંક કામ કરતા રોબોટનું સ્થાન પણ વધુ જય રહ્યું છે. દેશ – વિદેશમાં વિવિધ કામ માટે તમે રોબોટને જોયા હશે. અહીં સુધી કે કોઈ પરિસરમાં નાસ્તો કે ચા પહોંચાડવી હોય તો એ કામ પણ હવે રોબોટ કરી રહ્યા છે, તે કામ માટે પ્યુનની જરૂર રહેતી નથી. ટેક્નોલોજી એટલી આગળ વધી રહી છે વ્યક્તિ કોઈપણ કામ માટે તેની મારફતે પસાર થવું પડતું હોય છે. આ સાથે જ કેટલાક મહત્વના કર્યો માટે રોબોટે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેને લઈને વાત કરીએ તો, વૈજ્ઞાનિકોએ એક એવો રોબોટ બનાવ્યો છે જે તેના ચીકણા અને હરીફરી શકે તેવા (ટ્વીસ્ટ) પગથી દીવાલ પર ચઢી શકે છે. આ સાથે જ તે ઊંધું લટકીને પણ ચાલી શકે છે.
જર્નલ સાયન્સ રોબોટિકમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, નવા રોબોટનું નામ હમ્ર (એચએએમઆર) – ઈ છે, જે અગાઉથી ઉપલબ્ધ માઈક્રો રોબોટ હમ્ર પર આધારિત છે. જેના ચાર પગ તેના સપાટ સપાટી પર ચાલવામાં અને પાણીમાં તરવામાં મદદ કરે છે. હમ્ર – ઇ ની મૂળભૂત ડિઝાઇન એચએમઆર જેવી જ છે. હાવર્ડના વ્યેસ ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજીકલી ઇન્સ્પાયર્ડ એન્જીનીયરીંગના પૂર્વ શોધાર્થી સેબેસ્ટિયન ડે રિવાજે જણાવ્યું હતું કે, “હવે રોબોટ માત્ર એક સપાટ સપાટી પર આગળ – પાછા ખસવાને બદલે દરેક બાજુ પર જઈ શકે છે.
તેમણે કહ્યું કે, આગળના સમયમાં તેઓ મોટા મશીનોના એ સ્થાન પર પણ નિરીક્ષણ માટે પહોંચી શકશે જ્યાં પહોંચવું મુશ્કેલ છે. ભવિષ્યમાં તેઓ નિરીક્ષણ માટે મોટા મશીનોની મશીનો સુધી પહોંચી શકશે જ્યાં તે પહોંચવું મુશ્કેલ છે. આ કંપનીઓ માટે સમય બચાવશે અતેનાથી કંપનીઓનો સમય અને પૈસાની બચત થશે. આ સાથે જ મશીનો વધુ સુરક્ષિત બનશે.