વૈશ્વિક મંદીના ઓછાયામાં સૌથી ઝડપી અસર ભારતીય અર્થવ્યવસ્થામાં ઓટો સેકટર ઉપર જોવા મળી રહી છે, જેમાં છેલ્લા ત્રણ કવાર્ટરથી વેચાણમાં અવિરત ઘટાડો જોવાઇ રહયો છે, તેમાં ચાલુ મહિનામાં વેચાણમાં ઘટાડો ચાલુ રહયો છે, આ સંજોગોમાં ઓટો સેકટરને તહેવારી મોસમ આવી રહી છે, તેની ખરીદી ઉપર આશા રાખીને બેઠી છે. ડીસ્કાઉન્ટ, ઓફરો તથા પ્રોત્સાહનોની વણઝાર છતાં પણ ઓટો સેકટરમાં વેચાણમાં કોઇ સુધારો જોવાયો નથી. સરકારે સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરી છે, તેને હાલના તબક્કે સફળતા મળી નથી પરંતુ તહેવારી સીઝનમાં ખરીદી વધશે તેવી આશા છે. જોકે, મારૂતિ બાદ અન્ય ઓટો કંપનીઓના વેચાણમાં પણ વૃદ્ધિ્નની સંભાવના નહીંવત છે અને હજુય ખરાબ ચાલુ રહેશે, જેના લીધે ઓટો કંપનીના શેરોમાં વધઘટ સાથે નરમાઇ જોવા મળી શકે છે.
ઓટો સેકટર મંદીના ખપ્પરમાં હોમાઇ રહયો છે, ત્યારે ઓટો સેકટરના માંધાંતાઓએ સરકાર પાસેથી જીએસટી દરમાં ઘટાડોકરવાની માગ કરી છે, પરંતુ હજુય સુધી સરકાર દ્વારા આ માગ પુરી થઇ નથી. એટલું જ નહીં, કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જીએસટી દરના ઘટાડા અંગે જીએસટી કાઉન્સીલ ઉપર છોડી દીધું હતું. આમ, સરકારે જીએસટી દરના મુદ્દે હાથ અધ્ધર કરી દીધા છે.
ઓટો સેકટરમાં મંદી ચાલી રહી છે જેની પાછળ નાણાંપ્રધાને જણાવ્યું હતું કે, બીએસ-૪ અને બીએસ-૬માં જવાનો નિર્ણય સરકારનો નહીં પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે, જેની ઓટો સેકટર ઉપર અસર જોવા મળી રહી છે. જેનો નિર્ણય બે વર્ષ જુનો છે, જેની અસર જોવા મળી રહી છે. આ સંદર્ભમાં ઓટો સેકટરમાં આગામી ૨૦મી સપ્ટેમ્બરના રોજ જીએસટી બેઠક ઉપર ટકેલી છે, જેમાં ઓટો ઇન્ડસ્ટ્રીની માગ કરી રહી છે તે જીએસટી દર ૨૮ ટકાથી ઘટીને ૧૮ ટકા થાય, તેની ઉપર મદાર રહેશે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદન મારૂતિ સુઝુકીએ ઓગસ્ટના ઘરેલું વેચાણમાં ૩૫.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીએ કુલ ૯૪૭૨૮ યુનિટ વેચ્યા હતા.આમ, સતત બીજા મહિને મારૂતિનું વેચાણ એક લાખથી ઓછું થયું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેચાણ ૩૨ ટકા ઘટીને ૧૩૫૦૭ યુનિટ થયું હતું. હોન્ડા કાર્સ ઇન્ડીયાનું ચોણ તો ૫૧.૩ ટકા ઘટીને ૭૧૮૧ યુનિટથયું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઓટો કંપનીઓગ્રાહકોને થતા રિટેલ વેચાણના આંકડાને સ્થાને ફેકટરીથી થતાં ડિસ્પેચના માસિક આંકડા જાહેર કરે છે. જ્યારે ટોયેટાનું વેચાણ ઓગસ્ટમાં ૨૪ ટકા ઘટીને ૧૦૭૦૧ યુનિટ થયું હતું. તાતા મોટર્સના ઘરેલું વેચાણમાં ૫૮ ટકા સુધી ઘટયો છે. જેમાં કંપનીએ ગત મહિને ૭૩૧૬ વાહનોની વેચાણ કર્યુ છે. જ્યોર ગત વર્ષે આ સમયગાળામાં ૧૭૩૫૧ વાહનોના વેચાણ કર્યા હતા. ટાટા મોટર્સનું કહેવું છે કે, હાલમાં પરિસ્થિતિ ખુબજ પડકારજનક છે, જેનું વેચાણ વૃદ્ધિ થવાની આશા જોવાઇ રહી છે.
હોન્ડા કાર્સના સીનીયર વાઇસ પ્રેસીડન્ટ અને ડિરેકટર રાજેશ ગોયલે કહયું હતું કે, કન્ઝયુમર સેન્ટીમેન્ટ નબળું હોવાથી ઓટો સેકટરમાં ઉંચો ઘટાડો જળવાયો હતો. કંપનીઓ તગડા ડિસ્કાઉન્ટ આપી રહી હોવા છતાં અને કાર ખરીદવા માટે અત્યારનો સમય શ્રેષ્ઠ હોવા છતાં વેચાણને વેગ મળ્યો નથી. મારૂતિ સુઝુકીની મીની કારનું વેચાણ ઓગસ્ટમાં ૭૧.૮ ટકા ઘટીને ૧૦૭૨૩ યુનિટ થયું હતું. જ્યારે કોમ્પેક્ટ કારનું વેચાણ ૨૩.૯ ટકા ઘટીને ૫૪૨૭૪ યુનિટ થયું હતં. મારૂતિ મીડ સાઇઝ સેડાન કારનું વેચાણ ૭૭.૨ ટકા ઘટીને ૧૫૯૬ યુનિટ થયું છે. માત્ર યુટીલીટી વાહનોનું વેચાણ ૩.૧ ટકા વધીને ૧૮૫૨૨ યુનિટ થયું છે. ઓટો કંપનીઓને આશા છે કે માર્કેટમાં તરલતાની તંગસ્થિતિ હળવી કરવા માટે અને ઓટો વેચાણને વેગ આપવા માટે સરકારે જે પગલાંની જાહેરાત કરી છે તેનાથી તહેવારોની આગામી સીઝનમાં માગ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, ટુ વ્હીલર્સ ઉત્પાદક હીરો મોટો કોર્પમાં દોઢ ટકા વધ્યો છે. જેમાં ગત વર્ષે ૫૩૫૮૧૦ યુનિટના વેચાણ થયા હતા, તે વધીને ૫૪૩૪૦૬ યનિટ થયા હતા.