ફોનનાં કેમેરા ક્વોલિટીથી વધતી જતી કોમ્પેક્ટ પોઇન્ટ ટૂ શૂટ અને ડીએસએલઆર કૅમેરાના માર્કેટમાં હલચલ જોવા મળી છે.કારણ એ છે કે આ ક્ષેત્રના કંપનીઓને વધુ સારી ક્વોલિટી સાથે સજ્જ કરવામાં આવશે. 2017માં નિકૉન, કૈનન, ફ્યુજીફિલ્મ, પૅનાસોનિક, સોની, અાલિંમ્પસ જેવી અગ્રણી કંપનીઓએ પોતાના આકર્ષક કેમેરા માર્કેટમાં ઉતર્યા.કેટલાક કેમેરાએ પોતાના સેગ્મેંટમાં બીજા કેમેરોથી વધુ લોકપ્રિયતા મેળવી હતી. 2017 ભારતીય માર્કેટમાં 5 કેમેરા લોન્ચ થયા અને અા કેમેરા ફોટોગ્રાફરો અને એક્સપર્ટ વચ્ચે લોકપ્રિય થયા.
1. NIKON D850: જ્યારે તમે હાઇ રિઝોલ્યુશન સાથે સ્પીડ પણ જોતી હોય તો 2017માં લોન્ચ NIKON D850 Camera Market સૌથી મોખરે છે. ખાસ કરીને એક્સપર્ટ માટે ડિઝાઇન કરેલા આ કેમેરાને સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં લોન્ચ કરવામાં અાવ્યો હતો.સંપૂર્ણ પાવરફુલ ફીચર સાથે આ કેમેરામાં શ્રેષ્ઠ રેઝોલ્યુશન 45.4MP મળે છે.
7 એફપીએસ અને 9 એફપીએસ મેક્સિમમ કન્ટિન્યુઝ શૂટિંગ સ્પીડ સાથે આ કેમેરા અદભૂત છે. ઉપરથી 4K વીડિયો શૂટિંગની લાક્ષણિકતાઓ આ કૅમેરાને બાકીની સરખામણીમાં આગળ કરે છે. જોકે આ કેમેરા માટે થોડો વધુ ખર્ચ થશે માર્કેટમાં માત્ર ફક્ત બોડી માટે લગભગ 2,49,999 રૂ. ની કિંમત ચૂકવવી પડશે.ISO રેન્જ જે 64થી આશરે 25600 જેટલી છે અને જે Lo 1 (ISO 32)થી Hi 2 (ISO 102400) સુધી વધારી શકાશે. સાથે સાથે કન્ટિન્યુઝ શૂટિંગ માટે 99 ક્રોસ સેન્સર સાથે જોડાયેલ છે 2016માં જ્યાં NIKON D3400 ને ધૂમ મચાવી હતી ત્યાં આ વર્ષે NIKON D850 નું નામ મોખરે છે.
2. Sony Alpha A9: એક વધુ શ્રેષ્ઠ ડીએસએલઆર સાથે સોનીએ માર્કેટમાં નિકોન અને કેનનને તગડી ચક્કર અાપવા માર્કેટમાં ઉતાર્યો છે. મિરરલેસ ટેકનોલોજી પર આધારિત આ કેમેરામાં પૂર્ણ ફ્રેમ CMOS હાજર છે. ઇલેક્ટ્રોનિક વ્યૂ ફાઈન્ડર અને 3 ઇંચ ટિલટિંગ સ્ક્રીન સાથે આ કેમેરામાં 20fps સુધી કન્ટિન્યુઝ શૂટિંગ કરી શકાય છે. તે જ કારણે ઝડપી શૂટિંગ માટે આ કૅમેરા ખૂબ આકર્ષક છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.