અતિ મોંઘા ફોન જે રૂપિયા પચાસ હજાર સુધીમાં વેચાય છે તેનો પચાસ ટકા હિસ્સો દાણચોરી દ્વારા દેશમાં ઘુસાડવામાં આવતા હોવાના કારણે સરકારી તિજોરીને વર્ષે રૂપિયા 2400 કરોડનું નુકસાન થાય છે. આટલી મોટી કિંમતના ફોન બજારમાં મુખ્યત્વે એપલ અને સેમ્સંગ ફોન વધારે વેચાય છે.ઉપરાંત ગુગલ પિક્સલના ફોન પણ વેચાય છે. મોબાઇલ ફોનની કંપનીઓનું પ્રતિનીધીત્વ ધરાવતા ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેકટ્રોનિક એસોસિએશન દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસને સુપ્રદ કરાયેલા આંકડા મુજબ, આ સેગમેન્ટમાં ભારતમાં કુલ રૂ.15000 કરોડના ફોન વેચાય છે, પરંતુ તે પૈકી રૂપિયા 8000 દાણચોરી દ્વારા ઘુસાડાય છે. આવા ફોનની કિમંત રૂપિયા પચાસ હજાર કરતાં વધુ હોવાથી ભારતમાં હેન્ડસેટ સેગમેન્ટમાં આવા ફોનનો હિસ્સો 7.2 ટકા રહે છે.
દાણચોરીના કારણે સરકારને દર વર્ષે રૂપિયા 2400 કરોડ ગુમાવવા પડે છે જેમાં 12 ટકા જીએસટીની ચોરી તેમજ 20 ટકા બેઝિક કસ્ટમ ડયુટીનો સમાવેશ થાય છે. સરકારે આવા ફોન પર એટલા માટે ડયુટી લાદી હતી કે જેથી ઘરેલું ઉત્પાદનમાં આવા ફોનનું ઉત્પાદન વધે. પરંતુ સરકારની આ વ્યુહરચના નિષ્ફળ ગઇ કારણ કે મોંઘા ભાવના ફોન મોટા ભાગે આયાત કરાય છે. દેશી ફોનની ખરીદી લોકો ઓછી કરે છે. આવા ફોન પર ખૂબ વધારે ટેક્સ વસુલાતો હોવાના કારણે જેને કાયદેસર આયાત કરી દેશમાં લાવવામાં આવે છે તેના અને દાણચોરી મારફતે દુબઇ,હોંગકોંગ અને અમેરિકાથી મંગાવવામાં આવતા ફોનમાં ભાવફેર નિર્મૂલનમાં ખૂબ તફાવત હોય છે જ્યાં ઝીરો ટેક્સ હોય છે.
સીબીઆઇસીને લખેલા પત્રમાં એસોસિએશને એ તરફ ઇશારો કર્યો હતો કે તમામ ટેક્સ સાથેનો આવો ફોન ભારતમાં રૂપિયા એક લાખમાં વેચાય છે જ્યારે વિદેશી બજારમાં આવા જ ફોને રૂપિયા 25થી 30 હજાર ઓછી કિંમતે વેચાય છે.પરિણામે દાણચોરીને પ્રોત્સાહન મળે છે.સરળ ભાષામાં વાત કરીએ તો દાણચોરી દ્વારા દેશમાં ઘુસાડવામાં આવતા ફોન જીએસટી કે કસ્ટમ ડયુટી ભરતા નથી એટલા માટે કાયદેસર મંગાવવામાં આવતા ફોનની કિંમત કરતાં બે તૃતિયાશ ટકા ઓછા ભાવે મળી રહે છે.