કોરોનાની મહામારી સામે લડવા માટે બનાવેલા ઉચ્ચ IAS અધિકારીઓના એક વોટ્સેપ ગ્રુપમાં એક IAS અધિકારીઓ પોતાના નગ્ન ફોટા અને અન્ય બિભત્સ પોસ્ટ મૂકી દેતા ઉચ્ચ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ મુદ્દો છેક મુ્ખ્યમંત્રી સુધી પહોંચ્યો હતો. ગુરૂવારે પોસ્ટ થયેલા આ ફોટોની ચર્ચા શુક્રવારે આખો દિવસ રહી હતી અને અંતે દબાણ આવતા અધિકારીઓ પોસ્ટ ડિલિટ કરવી પડી હતી. ગાંધીનગર સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના સામેની લડાઇ અંગેની માહિતી શેર કરવા માટે એક વોટ્સેપ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં તેના સિવાયની કોઇ માહિતી કોઇ અધિકારી મૂકતા નથી. પરંતુ ગુરુવારે રાત્રે બધા માટે એક આઘાતજનક પોસ્ટ અચાનક દેખાઇ હતી.
રિટાયર થયા પછી હાલ એક મહત્વની પોસ્ટ પર કામ કરી રહેલા IAS ઓફિસરે પોતાના નગ્ન ફોટો ગ્રુપમાં શેર કર્યા હતા. તે તો ઠિક તેની સાથે બીજા કેટલા વિભત્સ ફોટા પણ તેમણે મૂક્યા હતા. આવા ફોટા જોઇને અધિકારીઓ ચોંકી ગયા હતા કારણ કે આ ગ્રુપમાં મહિલા અધિકારીઓ પણ છે. પણ રાત હોવાથી તેની ઉપર બધાનું ધ્યાન ગયું ન હતું પરંતુ શુક્રવારે સવાર સુધી તો બધાને તેની ખબર પડી ગઇ હતી. શુક્રવારે આખો દિવસ આ બાબતની ચર્ચા અધિકારીઓ વચ્ચે રહી હતી. ગુજરાત થી દિલ્હી ગયેલા કેટલાક અધિકારીઓ પણ તેમાં છે. આ ફોટો જોયા પછી તેમને દૂર કરવા માટે ઘણા લોકોએ કહ્યું પરંતુ તે માનવા તૈયાર ન હતા.
અંતે અધિકારીને સમજાવવા માટે એક સિનિયર અધિકારીએ ફોન કર્યો. વધુ દબાણ આવતા તેમણે ફોટા દૂર કર્યા હતા. દિલ્હી ગયેલા અધિકારીઓએ પણ તેમને ખખડાવ્યા હતા જેથી તેમણે ફોટો દૂર કરવાની ફરજ પડી હતી. હાલ ફોટો મૂકનારા અધિકારી સરકારમાં ખૂબ જ મહત્વની જગ્યાએ કામ કરી રહ્યા છે.અધિકારીઓ સૂત્રોમાંથી જાણવા મળ્યું કે આ ગ્રુપમાં કોઇ પોતાની વ્યક્તિગત પોસ્ટ કે બીજી કોઇ અન્ય પોસ્ટ કરતું ન હતું. આમની પોસ્ટ જોઇને એક રિટાયર્ડ મહિલા અધિકારીઓ સખત વાંધો લીધો હતો. તેમના વાંધાને લીધે બીજા બધા અધિકારીઓએ પણ નગ્ન ફોટા મૂકનારા અધિકારી પર પોસ્ટ દૂર કરવા માટે દબાણ કર્યું હતું.
આ આખો મામલો હવે મુખ્યમંત્રી અને દિલ્હી સુધી પહોંચ્યો છે. હવે આ અધિકારી સામે તરત પગલા લેવાય તેવું દેખાઇ રહ્યું છે. નેતાઓના ગ્રુપમાં આવા ફોટા કે નગ્ન તસ્વીરો પોસ્ટ કરી હોવાની ખબરો તો વાંરવાર આવતી રહે છે પરંતુ આઇએએસ કક્ષાના અધિકારીઓ કે જેમને દેશના સૌથી સક્ષમ અને બુદ્ધિશાળી લોકોમાં માનવામાં આવે છે તેમનામાંથી કોઇ આવું કરે ત્યારે લોકોને આંચકો લાગે છે. જોકે, ગુજરાતીમાં એક કહેવત છે સાંઠે બુદ્ધિ નાઠી તે કદાચ આ કેસમાં સાચી પડતી હોય તેવું લાગે છે. જોકે અહીં એક સવાલ એ પણ છે કે આ અધિકારીઓ જાણી જોઇને આ ગ્રુપમાં પોસ્ટ કરી હતી કે પછી કોઇ બીજાને મોકલવામાં અહીં પોસ્ટ થઇ ગઇ હતી. તે તપાસનો વિષય છે.