જે વિસ્તારોમાં BSNL તેની 4G LTE સેવાઓ ઓફર કરી રહ્યું છે, ત્યાં વપરાશકર્તાઓને આ પ્લાન સાથે વધુ સારી કનેક્શન સ્પીડ મળશે. જો કે, જે યુઝર્સ હાલમાં કંપનીના 3G કવરેજ એરિયામાં છે તેઓ પણ આ પ્લાનની મદદથી રિચાર્જ કરી શકે છે. આ એક ડેટા વાઉચર છે, જેનો અર્થ છે કે તેને એક્ટિવ બેઝ પેક સાથે એક્ટિવેટ કરી શકાય છે અને વધારાના ડેટાનો લાભ લઈ શકાય છે.
ડેટા પેક સંપૂર્ણ વર્ષની માન્યતા સાથે આવે છેBSNLનું ‘ડેટા_1515’ વાઉચર સંપૂર્ણ 365 દિવસની માન્યતા સાથે આવે છે. એટલે કે એકવાર આની સાથે રિચાર્જ થઈ જશે તો એક વર્ષ માટે ડેટા પ્લાનની ઝંઝટનો અંત આવશે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળે છે, એટલે કે કુલ 730GB ડેટા ઓફર કરે છે. આ ડેટા ખતમ થયા પછી, સ્પીડ ઘટીને 40Kbps થઈ જાય છે.આ BSNL ડેટા વાઉચરની કિંમત કેટલી છે?
જો તમે BSNLના આ 2GB દૈનિક ડેટા વાઉચરથી રિચાર્જ કરવા માંગો છો, તો તમારે 1,515 રૂપિયા ખર્ચવા પડશે. યુઝર્સને તમામ સર્કલમાં આ પ્લાન સાથે રિચાર્જ કરવાનો વિકલ્પ મળી રહ્યો છે અને તે કંપની દ્વારા ઓફર કરવામાં આવતા સૌથી મોંઘા પ્લાન્સમાં સામેલ છે.અન્ય કંપનીઓના પ્લાનની સરખામણીમાં આ ડેટા પ્લાન હજુ પણ સસ્તો છે. જો કે, જો તમને ઓછા ડેટાની જરૂર હોય તો તમે ‘Mini_16’ વાઉચર વડે રિચાર્જ કરી શકો છો. આ વાઉચર યુઝર્સને આખા દિવસ માટે 2GB ડેટાનો લાભ આપે છે.