IMC 2019ની ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં હજી સુધી ઘણી ટેક્નોલોજી કંપનીઓએ પોતાની લેટેસ્ટ ટેકનોલોજી વાળી પ્રોડક્ટ્સ રજૂ કરી છે. તેમાં સ્માર્ટફોનના નિર્માતા કંપની હોનરે દુનિયાની પહેલી પોપ-અપ કેમેરાવાળું સ્માર્ટ ટીવી વિઝન સ્માર્ટ ટીવી શોકેસ કર્યું છે. આ પહેલાં કંપની ટીવીને 2020માં લોન્ચ કરવાની હતી. પણ હજુ સુધી કોઈ વિઝન સ્માર્ટ ટીવીની કિંમત સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી મળી નથી.
Vision Smart TVની સ્પેસિફિકેશન
હોનરનું લેટેસ્ટ સ્માર્ટ ટીવી Harmony OS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સાથે જ સારા પરર્ફોમન્સ માટે હાઈસિલિકોન ચિપસેટ આપવામાં આવી છે. ગ્રાહકોને આ ટીવીમાં Honghu 818 ઈંટેલિજેન્ટ ડિસ્પ્લે મળશે.
એ ઉપરાંત કંપની વિઝન સ્માર્ટ ટીવીમાં આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ ટેક્નોલોજીથી લેસ પોપ અપ કેમેરાની સાથે એનપીયૂનો સપોર્ટ આપવામાં આવશે. આ ટીવીની સ્ક્રીનની સાઈઝ 55 ઈંચ છે. જેની સ્ક્રીન ટુ બોડી રેશિયો 94 ટકા છે. ત્યારે આ ટીવીની બોર્ડર 6.9 એમએમ પાતળી છે. તેની સાથે આ ટીવી યુઝર્સને 4ના એચડીઆર ડિસ્પ્લે સાથે 178 વાઈડ એંગલના માધ્યમથી શાનદાર વ્યૂઈંગનો અનુભવ મળશે.
Vision Smart TVમાં મળશે શાનદાર સ્પીકર્સ
ગ્રાહકોને આ ટીવીમાં 6′ 10 વોટનું સ્પીકર્સ આપવામાં આવશે. તેની સાથે સ્માર્ટ ટીવીના મલ્ટી ડિવાઈસ કનેક્શનની સુવિધા પણ આપવામાં આવશે. કનેક્ટિવિટીના માધ્યમથી કંપનીએ વિઝન સ્માર્ટ ટીવીમાં બ્લૂટૂથ 5.0, વાઈ-ફાઈ, ત્રણ એચડીએમઆઈ પોર્ટ અને યૂએસબી 3.0 પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.