ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ સંશોધિત મોબાઇલ નંબર પોર્ટેબિલીટી પ્રોસેસ માટે એક જાહેર નોટિસ જારી કરી છે. તેના થઈ 16 ડિસેમ્બરથી પોર્ટિંગની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની જશે. એમએનપી અંતર્ગત કોઇપણ યુઝર પોતાના ઓપરેટરને સરળતાથી બદલી શકે છે અને પોતાનો મોબાઇલ નંબર એક જ રાખી શકે છે.
નવી પ્રક્રિયા યુનિક પોર્ટિંગ કોડના ક્રિએશનની શરત સાથે લાવવામાં આવી છે. નવા નિયમ અંતર્ગત હવે સર્વિસ એરિયાની અંદર જો કોઇ પોર્ટ કરાવાનો આગ્રહ કરે તો તેને 3 વર્કિગ ડેમાં પૂરુ કરવાનું રહેશે. સાથે જ એક સર્કલથી અન્ય સર્કલમાં પોર્ટના આગ્રહને 5 વર્કિંગ ડેમાં પૂરૂ કરવાનું રહેશે. ટ્રાઇએ તે સ્પષ્ટતા કરી છે કે કોર્પોરેટ મોબાઇલ કનેક્શનોના પોર્ટિંગની સમયસીમામાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. ટ્રાઇએ કહ્યું કે એમએનપી પ્રક્રિયામાં સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધિત એમએનપી પ્રક્રિયામાં યૂપીસી ત્યારે બનશે, જ્યારે ગ્રાહક પોતાના મોબાઇલ નંબરને પોર્ટ કરવાને પાત્ર હશે. સંશોધિત એમએનપી પ્રક્રિયા 16 ડિસેમ્બરથી લાગુ થશે. મોબાઇલ યુઝર્સ યુપીસીને ક્રિએટ કરી શકાશે અને મોબાઇલ નંબર પોર્ટિંગ પ્રક્રિયાનો લાભ ઉઠાવી શકાશે.
TRAIના નવા નિયમમાં આ પણ છે સામેલ
નવી પ્રક્રિયાના નિયમ નક્કી કરતાં ટ્રાઇએ કહ્યું કે અલગ અલગ શરતોનો પોઝીટીવ મંજૂરીથી જ યુપીસીને ક્રિએટ કરી શકાશે. જેમ કે પોસ્ટ પેડ મોબાઇલ કનેક્શનના મામલે ગ્રાહકોનએ પોતાની બાકીની રકમ વિશે સંબંધિત ઓપરેટર પાસેથી સર્ટિફિકેશન લેવુ પડશે.