એક નવા અહેવાલ મુજબ વર્ષ 2019માં ઇન્ફોર્મેશન સિક્યોરિટી / માહિતીની સુરક્ષા માટેનો કુલ વૈશ્વિક ખર્ચ 8.7 ટકાના વધારામાં 124 અબજ ડોલરે પહોંચી જવાનો અંદાજ છે. માર્કેટ રિસર્ચ ફર્મ ગાર્ટનર મુજબ વર્ષ 2018માં આઇટી સિક્યોરિટી ખર્ચ 114 અબજ ડોલર જેટલો રહેવાની ધારણા છે જે વર્ષ 2017ની સરખામણીએ 12.4 ટકાનો વધારો દર્શાવે છે સિક્યુરિટીઝ લિડર્સ પોતાના ઓર્ગેનાઇઝેશનને ટેક્નોલોજી પ્લટફોર્મનો ઉપયોગ કરીને સુરક્ષતિ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે જેથી તેઓ સ્પર્ધાત્મક બનશે અને બિઝનેસ ગ્રોથ વધારી શકશે. ગાર્ટનરના રિસર્ચ ડિરેક્ટર સિદ્ધાર્થ દેશપાંડે જણાવ્યું કે, સતત કૌશલ્યની તંગી અને યુરોપિયન યુનિયનના ગ્લોબલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (જીડીપીઆર) જેવા નિયમનકારી ફેરફારો, ડ્રાઇવિંગના સતત વિકાસમાં સલામતી સેવાઓ બજારને સતત આગળ ધપાવી રહ્યાં છે. માર્કેટ રિસર્ચ દ્વારા વર્ષ 2017માં કરાયેલા સર્વે મુજબ સુરક્ષાનું જોખમ, બિઝનેસની જરૂરિયાત અને ઉદ્યોગોમાં ફેરફાર કરવો આ ત્રણ મુખ્ય પરિબળો આઇટી સિક્યોરિટીઝ બિઝનેસના ચાલકબળ છે. ખાનગી માહિતીની ચિંતા વર્ષ 2019માં સિક્યુરિટીઝ સર્વિસ માટેની માર્કેટ ડિમાન્ડને 10 ટકા સુધી વધારશે અને આઇડેન્ટી અને એક્સેસ મેનેજમેન્ટ (આઇએએમ), આઇડેન્ટિ ગર્વનન્સ અને એડમિનિસ્ટ્રેશન (આઇજીએ) અને ડેટા બોસ પ્રિવેન્શન (ડીએલપી) જેવા વિવિધ સેગમેન્ટ પણ પ્રભાવિત કરશે એવું ગાર્ટનરે જણાવ્યું છે. સિક્યોરિટી અને રિસ્ક મેનેજમેન્ટ એ કોઇ પણ ડિજિટલ બિઝનેસ પહેલનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.