Twitter તેના પ્લેટફોર્મને વધુ સફળ અને મજબૂત કરવા સતત કામ કરી રહ્યું છે થોડા સમય પહેલા Twitter તેની અભિવ્યક્તિની ક્ષમતા વધારી હતી હવે નામના ડિસ્પ્લેની કૅરેક્ટર લિમિટમાં વધારો કર્યો છે. સામાજિક મીડિયા સાઇટ દ્વારા તેની અક્ષર સંખ્યા 20 થી વધારીને 50 કરી છે. કંપનીએ આ માહિતી ટ્વીટ્સ દ્વારા શેર કરી છે ધ્યાન રાખો કે ડિસ્પ્લે નામ યુઝરનેમથી અલગ પડે છે કે જે વપરાશકર્તાની પ્રોફાઇલ URLને દેખાશે. Twitter પર યુઝર્સનેમ માત્ર 15 કેરેક્ટર સુધી લાંબુ હોય છે
સાથે સાથે એ પણ જણાવી દઈએ કે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ Twitter પર જનરલ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોસેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. Twitter પર એકાઉન્ટ વેરિફિકેશન દ્વારા બ્લુ ટિક છે જે ફક્ત પબ્લિક ફીગર માટે જ છે. Twitter કંપનીએ બ્લૂ ટિકમાર્ક રદ્દ કરી દીધું છે. આ બ્લૂ ટિકમાર્ક ઓથેન્ટિકેટ ઓળખ અને વોઇસની નિશાની હતી. પરંતુ તેનું અર્થઘટન એક ભડકાવનારા ચિહન તરીકે થતા કંપનીએ કહ્યું કે, અમારા લીધે આવી એક મૂંઝવણ થઇ છે. જેનો ઝડપથી નિકાલ કરાશે અને નવો વિકલ્પ મળશે. દરેક વેરિફિકેશન પર Twitter બ્રેક મારી દીધી છે. સિસ્ટમ ક્રેશ થવાના કારણે ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. કેસલરના Twitter 13 હજારથી વધુ ફોલોઅર્સ છે.
વર્ષ 2016માં આ ફિચસ મૂકવામાં આવ્યા હતા પરંતુ, તે આટલું વિવાદમાં આવશે એવી ખબર ન હતી. બ્લૂ ટિકને સાચા વ્યક્તિનું એકાઉન્ટ માનવમાં આવે છે. જે લોકો માટે સરળ અને સ્પષ્ટ હતું. અમેરિકામાં થયેલા વિરોધના કારણે કંપનીએ સિસ્ટમ ક્રેશની જવાબદારી પણ સ્વીકારી હતી અને બ્લૂ ટિક માર્ક રદ્દ કર્યું હતું.