ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ગણાતા મિશન ચંદ્રયાન -2ને સફળ બનાવવા માટે કોઈ કસર નથી છોડવા માંગતુ.ઈસરો તેના પ્રથમ ચંદ્ર મિશનમાં સ્પેસક્રાફ્ટ સાથે પી.એસ.એલ.વી. રોકેટને ચંદ્રની કક્ષામાં સફળરીતે પહોંચાડ્યુ હતુ.
પરંતુ આ વખતે ભારે પેલોડ ઉઠાવનાર જીએસએલવી એમકે બીજુ 2390 કિલોગ્રામ વજન ધરાવતું સ્પેસ યાન શરૂ કરશે કારણ કે મોડ્યુલ એક ઓર્બીટર, એક રોવર અને લેન્ડર માટે ચંદ્ર સુધી લઈ જશે.ઇસરોના અધ્યક્ષ ડૉ. સિવાને અા સૌથી મુશ્કેલ ગણાતા મિશન વિશે માહિતી આપી હતી.
અેપ્રિલમાં શ્રી હરિકોટાથી તેને લોન્ચ કરાશે એકથી બે મહિનાઓમાં તે યાન ચંદ્રની કક્ષા સુધી પહોંચશે.પૃથ્વીથી ચંદ્રનુ અંતર 3,82,000 કિલોમીટર છે.