WhatsAppનો ઉપયોગ નાના મોટા સૌ કોઈ કરે છે.વોટ્સએપ ભારતમાં સૌથી વધારે વપરાતી એપ્લિકેશન છે એટલા માટે જ વોટ્સએપમાં ટુંક સમયમાં બે નવા ફીચર એક્ટિવ કરવામાં આવશે. આ ફીચર કોન્ટેક્ટ શેર કરવાની પ્રક્રિયાને સરળ કરી દેશે.
WhatsAppમાં ‘શેર કોન્ટેક્ટ ઈન્ફો વાયા ક્યૂઆર’ ફીચર એક્ટિવ કરવામાં આવશે. આ નવા ફીચરના ઉપયોગથી આઈઓએસ અને એન્ડ્રોયડ બંનેના યૂઝર્સ એકબીજાને કોન્ટેક્ટ તરીકે ક્યૂઆર કોડના માધ્યમથી એડ કરી શકશે.
આ ફીચર અગાઉથી સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે. હવે વોટ્સએપમાં પણ સ્ક્રીનશોટ શેર કરી શકાશે. આ સાથે જ વોટ્સએપમાં પણ ક્યુઆર કોડ શેર કરી કોન્ટેક્ટને એડ કરી શકાશે.