Instagram Reels: સતત સ્ક્રોલિંગથી મગજ પર પડી શકે છે અસર
Instagram Reels: આજના ડિજિટલ વિશ્વમાં, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ જેવા પ્લેટફોર્મનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ઘણા લોકો દિવસનો મોટો ભાગ ફક્ત સ્ક્રોલ કરવામાં વિતાવે છે.
Instagram Reels: આજના ડિજીટલ યુગમાં TikTok, Instagram Reels અને YouTube Shorts જેવા પ્લેટફોર્મનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ઘણા લોકો દિવસનો મોટો હિસ્સો ફક્ત સ્ક્રોલિંગ કરતાં જ વિતાવી દે છે. થોડી સેકન્ડની આ વિડિઓઝ હવે માત્ર ટાઈમપાસ નહોતી રહી, પરંતુ ધીરે ધીરે તે મગજ અને વિચારશક્તિ પર પણ નકારાત્મક અસર કરવાનો શરૂ થઈ ગઈ છે.
તાજેતરમાં જાહેર થયેલી એક નવી અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જે જણાવે છે કે શોર્ટ વીડિયો જોવાની લત આપણને વિચારવિમર્શ કરીને નિર્ણય લેતા રોકે છે અને આર્થિક નુકસાન સુધી પહોંચાડી શકે છે.

આ સ્વાભાવિક ગુણ એ હોય છે જે આપણને જોખમથી બચવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્કીમ ₹1,000 જીતવાનો વાયદો કરે પરંતુ ₹500 ગુમાવવાનો પણ ખતરો હોય, તો “લોસ એવર્ઝન” ધરાવતો વ્યક્તિ એ જોખમ લેતો નથી. પણ જે લોકો શોર્ટ વીડિયો જોવાની આદતમાં ફસાઈ જાય છે, તેઓ ઘણીવાર આવા જોખમ લેવા પાછળ ન હટે — ભલે તેમાં નુકસાનની સંભાવના વધુ કેમ ન હોય.

