નવી દિલ્હી : કટ – કોપી – પેસ્ટ ( Cut-Copy-Paste) આ એક શબ્દ છે કે જેના વિના તમે ભાગ્યે જ કમ્પ્યુટર અથવા સોશિયલ મીડિયા પર આવશ્યક કાર્ય કરી શકો છો. જેમણે Cut-Copy-Pasteની શોધ કરી છે તે કદાચ સ્ટીવ જોબ્સ જેટલા લોકપ્રિય ન થઇ શક્યા, પરંતુ તેમનું યોગદાન મહત્વનું છે.
કટ, કોપી અને પેસ્ટ યુઝર ઇન્ટરફેસ એટલે કે યુઆઈ ખરેખર સૈટિનીસ્ટ દ્વારા બનાવવામાં આવી હતી. વૈજ્ઞાનિકનું નામ લેરી ટેસ્લર છે અને તેનું નિધન થઇ ગયું છે.
લેરી ટેસ્લર 74 વર્ષના હતા અને તેનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. 1973 માં, તેઓ Xerox Palo Alto Research Center (PARC)માં જોડાયા હતા. અહીં જ કટ, કોપી અને પેસ્ટ યુઝર ઇંટરફેસ બનાવવાનો પ્રારંભ થયો હતો અને વિશ્વમાં આ મહત્વની કીનો પરિચય આપ્યો હતો.