ટેક કંપની એપલે 10 સપ્ટેમ્બરે આઇપેડ અને સ્માર્ટવોચ 5 સિરીઝ ઉપરાંત નવા ત્રણ સ્માર્ટફોન પણ લોન્ચ કર્યા છે. જેમાં આઈફોન 11, આઈફોન 11 પ્રો અને આઈફોન મેક્સ સામેલ છે. ભારતમાં આ ફોનનું વેચાણ 27 સપ્ટેમ્બરથી શરુ થશે.
આઈફોનની કિંમતને લઈને ભારત અને અન્ય દેશોમાં ઘણો ફેર છે. આઈફોન 11ના બેઝ વેરિઅન્ટ (64 જીબી સ્ટોરેજ)ની કિંમત ભારતમાં 64,900 રૂપિયા છે જ્યારે અમેરિકામાં તેની કિંમત 49,600 રૂપિયા છે. તો દુબઈમાં આજ ફોનની કિંમત 57,000 રૂપિયા છે. આ એક ફોન નહીં પણ 3 સ્માર્ટફોનની કિંમત ભારત,આ મેરિકા અને દુબઈમાં જુદી છે. આ કિંમતમાં 5 હજારથી 39 હજાર સુધીનો તફાવત છે. શિપિંગ અને ટેક્સને બહાને ભારતીય ગ્રાહકો પાસેથી 39 હજાર રૂપિયા સુધી ફોનની વધારે કિંમત વસુલવામાં આવશે.
ભારત | અમેરિકા | દુબઈ | |
આઈફોન 11 | |||
64 GB | 64,900 રૂપિયા | 49,600 રૂપિયા | 57,000 રૂપિયા |
128 GB | 69,900 રૂપિયા | 53,000 રૂપિયા | – |
256 GB | 79,900 રૂપિયા | 60,000 રૂપિયા | – |
આઈફોન 11 પ્રો | |||
64 GB | 99,900 રૂપિયા | 70,900 રૂપિયા | 81,500 રૂપિયા |
256 GB | 1,13,900 રૂપિયા | 81,600 રૂપિયા | – |
512 GB | 1,31,900 રૂપિયા | 95,800 રૂપિયા | – |
આઈફોન 11 મેક્સ | |||
64 GB | 1,09,900 રૂપિયા | 78,000 રૂપિયા | 89,700 રૂપિયા |
256 GB | 1,23,900 રૂપિયા | 88,700 રૂપિયા | – |
512 GB | 1,41,900 રૂપિયા | 1,02,900 રૂપિયા | – |